ભુવનેશ્વરઃ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારીભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ ઓડિશાની ચાર ખેલાડીઓને એક-એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. મુખ્યપ્રધાન નવીન પટનાયકે આ ઈનામની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યપ્રધાન કાર્યાલયથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પટનાયકે સિલ્વર મેડલ જીતવા પર મહિલા ટીમને શુભેચ્છા આપતા રાજ્યના ખેલાડીઓ માટે પુરસ્કારની જાહેરાત કરી છે. 


તેમણે કહ્યું કે, એશિયન ગેમ્સમાં 20 વર્ષ બાદ મેડલ જીતનારી ભારતીય ટીમમાં રાજ્યની ચાર ખેલાડી સુનીતા, લાકડા, નમિતા ટોપ્પો, લિલિમા મિંજ અને દીપ ગ્રેસ સામેલ છે. 


ભારતીય ટીમે આ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ થઈ હતી. ફાઇનલમાં ભારતનો જાપાન સામે 1-2થી પરાજય થયો હતો.