નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપનારી ભારતની પ્રથમ હેપ્ટાથલીટ સ્વપ્ના બર્મનને એડિડાસે સાત સ્પર્ધા માટે અલગ-અલગ બુટ આપ્યા છે. રમત સામગ્રી બનાવનારી કંપની એડિડાસે સ્વપ્નાની સાથે એક કરાર કર્યો છે. સ્વપ્નાના બંને પગમાં 6-6 આંગળીઓ છે અને આ કારણે તેના માટે બનાવવામાં આવતા બુટ પણ સ્પેશિયલ હશે. જે તેના પગને પુરૂ સમર્થન આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડિડાસે સ્વપ્નાની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારતમાં તેમના અધિકારીઓ અને જર્મનીમાં તેમના મુખ્યકાર્યાલયમાં એથલીટ સેવાઓ લેબની સાથે ગત બે મહિનાઓથી કામ કરી રહ્યાં છે. કંપનીએ સ્વપ્નાના પગનું માપ લીધા બાદ તેના માટે સ્પેશિયલ બુટ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.


એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને ચર્ચામાં આવી હતી સ્વપ્ના
પશ્ચિમ બંગાળમાં વસવાટ કરીત સ્વપ્ના તે સમય ચર્ચાઓમાં આવી હતી જ્યારે તેણે ઓગસ્ટમાં એશિયન ગેમ્સમાં 7 ભાગની સ્પર્ધામાં કુલ 6,026 પોઇન્ટ હાંસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ રહ્યું હતું. તેને તે દરમિયાન માત્ર નાણાની મુશ્કેલીઓને પાર કરી, આ સાથે તેણે તેના બંને પગની 6-6 આગળીઓની મુશ્કેલીને પણ દૂર કરવામાં આવી હતી.


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...