Asian Games 2023 October 6 Live Updates: ચીનના હાંગઝોઉમાં યોજાયેલા એશિયાડ (Asian Games 2023)માં ભારતે ઈતિહાસ રચી નાખ્યો છે. ભારતીય એથલિટ્સ એક પછી એક સતત મેડલ જીતી રહ્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતે કુલ 100 મેડલ જીતી લીધા છે. જેમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર, અને 40 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે મેડલની સેન્ચ્યુરી મારી
ભારતે એશિયન ગેમ્સમાં પોતાના 100 મેડલ પૂરા કર્યા છે જે ઐતિહાસિક પળ છે. 



કબડ્ડી ટીમને સુવર્ણ
ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ રોશન કર્યું છે. ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની ટીમને હરાવીને ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. 



તીરંદાજીમાં ગોલ્ડ, સિલ્વર
કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારત માટે પ્રવીણ ઓજસ અને અભિષેક વર્માએ કમાલ કરી નાખ્યો. પ્રવીણે ગોલ્ડ મેડલ જીત્યો તો અભિષેકે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ભારતના આ બંને ખેલાડીઓ વચ્ચે ફાઈનલ હતી. 



અદિતિએ બ્રોન્ઝ જીત્યો
કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારત માટે મહિલા તીરંદાજ અદિતિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. તે ત્રીજા નંબરે રહી.



જ્યોતિ સુરેખાએ જીત્યો ગોલ્ડ
ભારતની મહિલા આર્ચર જ્યોતિ સુરેખાએ દમદાર ખેલનું પ્રદર્શન કરતા એશિયન ગેમ્સ 2023ના 14માં દિવસે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 



અત્યાર સુધીમાં ભારતને 100 મેડલ મળ્યા
ભારતે આ એશિયાડમાં અત્યાર સુધીમાં કુલ 100 મેડલ મેળવી લીધા છે. જેમાં 25 ગોલ્ડ મેડલ સામેલ છે. જ્યારે 35 સિલ્વર મેડલ અને 40 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતીય ખેલાડીઓએ અદભૂત ખેલનું પ્રદર્શન કરતા આ મેડલ પોતાના નામે કરીને દેશનું નામ રોશન કર્યું છે.