જકાર્તાઃ 18મી એશિયન ગેમ્સનો 9મો દિવસ ભારત માટે શાનદાર રહ્યો છે. 8માં દિવસે ભારતના ખાતામાં એકપણ ગોલ્ડ મેડલ ન આવ્યો પરંતુ આગામી દિવસે સોમવારે નીરજ ચોપડાએ ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. એથલેટિક્સમાં ભારતને એક ગોલ્ડ સહિત ત્રણ સિલ્વર મેડલ મળ્યા. તો બેડમિન્ટનમાં સેમીફાઇનલમાં હારીને સાઇના નેહવાલે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 41 છે. 8 ગોલ્ડ, 13 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલની સાથે ભારત મેડલ ટેલીમાં નવમાં સ્થાને છે. 

આ ગેમ્સમાં મળ્યા ભારતને મેડલ


- નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો. 


- નીના વરક્કલે મહિલાઓની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો. 


- સુધા સિંહે મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝમાં સિલ્વર મેડલ જીત્યો. 


- ધરૂણ અય્યાસામીએ પુરૂષોની 400 મીટર વિઘ્ન દોડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. 


- સાયના નેહવાલને બેડમિન્ટમાં મળ્યો બ્રોન્ઝ મેડલ.