નવી દિલ્હી: ભારતમાં સૌથી સફળ પેરા એથલીટોમાંથી એખ દેવેન્દ્ર ઝાઝરિયાએ કહ્યું કે ખભામાં વાગ્યું હોવાના કારણે તે હાલમાં એશિયાન પેરા ગેમ્સ પછી સન્યાસ લેવાનું વિચાર કરી રહ્યો છે. 37 વર્ષના આ ભાલાફેંક પેરા ખેલાડીએ 2004 એથેન્સ પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો અને ફરી 2016માં રિયો ઓલિમ્પિકમાં વિશ્વ રેકોર્ડની સાથે પોતાની સફળતા નોંધાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાઝરિયાએ જકાર્તામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું એશિયન પેરા ગેમ્સ બાદ પોતાના પરિવાર, કોચ અને મિત્રોની સાથે વાત કરી સન્યાસ લેવા પર વિચાર કરીશ. મને આ વિચાર એટલા માટે આવ્યો કે ગત 18 મહિનાથી હું ખભાની ઇજા સાથે સંઘર્ષ કરી રહ્યો છું’


તેણે કહ્યું હતું કે, મારા ખભામાં વાગ્યુ છે અને તેના દુખાવો દૂર કરવામાં હું સંપૂર્ણ રીતે સફળ રહ્યો નથી. હું અહીંયા 11 ઓક્ટોબરની સ્પર્ધામાં ભાગ લેવાનો છે અને જ્યારે ભારત પરત જઇશ તો સન્યાસ લેવા પર વિચાર કરીશ.


તેણે જ્યારે 2020 પેરાલિમ્પિની ગેમ્સ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જેવું મેં પહેલા કહ્યું, હું એશિયન ગેમ્સ પછી આ નિર્ણય લઇશ કે 2020 સુધી રમી શકીશ કે નહીં. તોક્યોમાં થનારી પેરાલિમ્પિકનો સમ. મારી ઉંમર લગભગ 40 વર્ષની હશે. એટલા માટે કોઇ નિર્ણય કરતા પહેલામને તેના સાથે જોડાયેલા લોકની સલાહ લેવી પડશે.



ઝાઝરિયાએ પેરાલિમ્પિકમાં બે સીલ્વર જીતવાની સાથે દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી રમત રત્ન પુરસ્તાર પણ હાંસલ કર્યો છે.


તેણે કહ્યું, મને 1995માં સામાન્ય એથલિટોની સાથે રમવાનું શરૂ કર્યું હતું. 2002માં પેરા એથલિટ્સમાં મારૂ કરિયર બુસાન એશિયન ગેમ્સમાં સીલ્વર મેડલ જીતવાની સાથે શરૂ થયું હતું. ગત 16 વર્ષોમાં દેશ માટે સતત મેડલ જીતી રહ્યો છું.


તેણે કહ્યું કે ‘રિયો ઓલિમ્પિકમાં સીલ્વર મારા માટે સૌથી મત્વોનો મેડલ છે કેમકે 12 વર્ષ બાદ મેં વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો. 2004 ઓલિમ્પિકમાં સિલ્વર પણ મારા માટે ખાસ છે કેમકે તે સમયે અમને કોઇ સુવિધા મળતી ન હતં.


રાજસ્થાનના ચુરુ જિલ્લાના સાર્દુલપુર ગામના દેવેન્દ્ર ઝાઝરિયા નાપણમાં ઝાડ પર ચઢતા સમયે ઉચ્ચક્ષમતાની વિજળીની લાઇનના સમ્પર્કમાં આવી જવાથી એક હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો.