નવી દિલ્હીઃ ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપડાએ એશિયન ગેમ્સનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો છે. જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં 20 વર્ષના યુવા એથલીટે પ્રથમવાર ભાલા ફેંકમાં એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ પહેલા 1982ની એશિયન ગેમ્સમાં ગુરતેજ સિંહે ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હરિયાણાના પાનીપતમાં જન્મેલા ચોપડા 18મી એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ધ્વજવાહક પણ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણાના પાનીપતમાં જન્મેલા નીરજે 88.06 મીટર દૂર ભાલો ફેંકીને ભારત માટે સોનુ જીત્યું. ચીનના લિઉ કિજેને 88.22 મીટરની સાથે સિલ્વર અને પાકિસ્તાનના અરશદ નદીમે 80.75 મીટરની સાથે બ્રોન્ઝ જીત્યો. નીરજે પ્રથમ પ્રયાસમાં 83.46 મીટર ભાલુ ફેંક્યું અને ત્રીજા પ્રયાસમાં 88.06 મીટર ભાલુ ફેંકીને પોતાનો ગોલ્ડ મેડલ પાક્કો કર્યો હતો. 


ગોલ્ડ જીત્યા બાદ નીરજે કહ્યું, સ્પર્ધા સારી રહી. મેં સારી ટ્રેનિંગ કરી અને દેશને ગોલ્ડ અપાવવા પર નજર હતી. હું મારો મેડલ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કરુ છું, જે એક મહાન વ્યક્તિ હતા. 



પીએમ મોદીએ આપી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડાને ગોલ્ડ જીતવા માટે શુભેચ્છા આપી. તેમણે ટ્વીટર પર લખ્યું- જ્યારે નીરજ ફીલ્ડ પર હોય છે, તો તેની પાસે સારાની આશા હોય છે. આ યુવા એથલીટે ભાલા ફેંકમાં ગોલ્ડ જીતીને દેશને વધુ ખુશ કર્યો છે. તેને નવો નેશનલ રેકોર્ડ બનાવવા માટે પણ શુભકામનાઓ. 



2 વર્ષ પહેલા જૂનિયર વર્લ્ડ રેકોર્ડ
હરિયાણાના એથલીટ નીરજ ચોપડાએ વર્ષ 2016માં જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે તેણે ચેમ્પિયનશિપમાં 86.48 મીટરનો થ્રો કરીને જૂનિયર વિશ્વ રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ પર કબજો કર્યો હતો.