નવી દિલ્લીઃ સાર્થક ભામબ્રી આ ખેલાડી ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે 4*400 મીટર મિક્સડ રેસમાં દોડશે. સાર્થકને ચાર વર્ષ અગાઉ ડોકટરે કહ્યું હતું કે, તું દોડી નહીં શકે. ત્યારબાદ સાર્થકે પોતાનું સપનું સાકાર કરવા તન તોડ મહેનત કરી અને આજે તે દેશનું ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. 2017ની શરૂઆતમાં સાર્થકને પોતાના જમણા ઘૂંટણમાં દોડતી વખતે તકલીફ થઈ રહી હતી. જ્યારે, પણ સાર્થક દોડતો ત્યારે તેને ઘૂંટણમાં દુખાવો ઉપડતો. જેના કારણે તેણે ઘૂંટણની સર્જરી કરવી પડી હતી. સર્જરી થઈ ગઈ પરંતુ ત્યારબાદ ડોકટરે તેને જણાવ્યું હતું કે, તે પહેલાની જેમ નહીં દોડી શકે. જે વાતથી તે ઘબરાયો હતો. પણ થોડા સમય બાદ તેણે હિંમત કરીને ફરીથી ટ્રેનિંગ શરૂ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સર્જરી બાદ તે 2019માં તે પ્રથમવાર દિલ્લી સ્ટેટ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ઉતર્યો હતો. જેમાં, સાર્થકે 200 અને 400 મીટરની રેસમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ 2 મેડલથી સાર્થકમાં ફરી ઉત્સાહ આવ્યો અને તે આગળ વધ્યો. 2020માં ફેડરેશન કપમાં તેણે 400 મીટર રેસમાં ભાગ લીધો. અને ફેડરેશન કપમાં તે ચોથા ક્રમે આવ્યો. જેના કારણે તેને પોલેન્ડ ખાતેના 2021ના વર્લ્ડ એથ્લેટીક્સ રિલેસ સિલેશિયામાં ભાગ લેવાનો મોકો મળ્યો. પરંતુ, વિઝાના પ્રોબ્લેમના કારણે સાર્થક તે ઇવેન્ટમાં ભાગ લઈ નહીં શક્યો.


ત્યારે, થોડા દિવસો અગાઉ જ એથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓલિમ્પિકસની 4*400 મિક્સડ રિલે રેસ ટીમના ખેલાડીઓની પસંદગી માટે સિલેક્શન રાખવામાં આવ્યું હતું. જેમાં, સાર્થકે 47.73 સેકન્ડમાં 400 મીટરને રેસ પ્રથમ ક્રમાંકે પૂર્ણ કરીને જીત્યો હતો. જેના પગલે તેનું ભારત માટે ઓલિમ્પિકસમાં પ્રતિનિધિત્વ કરવાનું સપનું સાકાર થયું છે. ત્યારે, હવે સાર્થક ભામબ્રીની નજર ટોક્યો ઓલિમ્પિક પર છે અને તે પોતાના દેશ માટે ગોલ્ડ લાવવાની તૈયારીઓ કરી રહ્યો છે.


Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!


Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube