ATP CUP: ઓસ્ટ્રેલિયામાં શુક્રવારથી ટૂર્નામેન્ટ શરૂ, 24 ટીમો રમશે, ફેડરરને છોડી તમામ સ્ટાર ખેલાડી ઉતરશે
40 દિવસ પહેલા ડેવિસ કપમાં ચેમ્પિયન બનેલી સ્પેનની ટીમ સૌથી મજબૂત છે. ટીમ તરફથી નંબર-1 રાફેલ નડાલ અને નંબર-9 રોબર્ટો બોતિસ્તા એગુટ ઉતરી રહ્યો છે.
નવી દિલ્હીઃ શુક્રવારથી પ્રથમ એટીપી કપની સાથે ટેનિસમાં એક નવા એરાની શરૂઆત થઈ જશે. ઓસ્ટ્રેલિયામાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં વિશ્વભરની 24 ટીમો રમશે. તેમાં રોજર ફેડરરને છોડીને ટોપ-10માં સામેલ 9 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. સ્વિત્ઝર્લેન્ડના વર્લ્ડ નંબર-3 ફેડરરે પારિવારિક કારણોથી ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. ટૂર્નામેન્ટની પ્રાઇઝ મની 11.6 મિલિયન પાઉન્ડ (આશરે 110 કરોડ રૂપિયા) છે. ખેલાડી તેનાથી 750 રેટિંગ પોઈન્ટ હાસિલ કરી શકે છે.
40 દિવસ પહેલા ડેવિસ કપમાં ચેમ્પિયન બનેલી સ્પેનની ટીમ સૌથી મજબૂત છે. ટીમ તરફથી નંબર-1 રાફેલ નડાલ અને નંબર-9 રોબર્ટો બોતિસ્તા એગુટ ઉતરી રહ્યો છે. ટીમોને 6 ગ્રુપોમાં વેંચવામાં આવી છે. દરેક ટીમ ત્રણ રાઉન્ડ રોબિન મુકાબલા રમશે. બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચ હશે. આ મેચ બેસ્ટ ઓફ થ્રી ફોર્મેટમાં રમાશે. દરેક ગ્રુપની વિજેતા અને બે સર્વશ્રેષ્ઠ રનરઅપ ટીમો ક્વાર્ટર ફાઇનલ રમશે. ફાઇનલ 12 જાન્યુઆરીએ રમાશે.
દરેક દેશના ટોપ ખેલાડી ક્વોલિફાઈ કરે છે
ડેવિસ કપ અને એટીપી કપ બંન્ને ટીમ ટૂર્નામેન્ટ છે. પરંતુ બંન્ને અલગ છે. એટીપી કપ માટે દરેક દેશના ટોપ રેન્કિંગ વાળા ખેલાડી ક્વોલિફાઇ કરે છે. તેની રેન્કિંગથી દેશ ક્વોલિફાઇ થાય છે. ડેવિસ કપમાં ટીમોએ ક્વોલિફાઇ મેચ રમવાની હોય છે.
ઉંમરમાં છેતરપિંડીઃ U19 વિશ્વકપના હીરો મનજોત કાલરાનો મોટો ઝટકો, લાગ્યો પ્રતિબંધ
એટીપી કપમાં ભાગ લેનારા ટોપ ખેલાડી
રાફેલ નડાલ (1), સ્પેન, નોવાક જોકોવિચ (2) સર્બિયા, ડેનિયલ મેદવેદેવ (4) રૂસ, થિએમ (5), ઓસ્ટ્રિયા, સિતસિપાસ (6) યૂનાન, એલેક્ઝેન્ડર જ્વેરેવ (7) જર્મની, મોતેઓ બેરેતિની (8) ઇટાલી, રોબર્ટો બોતિસ્તા એગુટ (9) સ્પેન, મોન્ફિલ્સ (10) ફ્રાન્સ.
એટીપી કપની 24 ટીમો
ગ્રુપ એ - સર્બિયા, ફ્રાંસ, દ. આફ્રિકા, ચિલી.
ગ્રુપ બી - સ્પેન, જાપાન, જ્યોર્જિયા, ઉરુગ્વે.
ગ્રુપ સી - બેલ્જિયમ, યુકે, બલ્ગેરિયા, મોલ્ડોવા.
ગ્રુપ ડી - રશિયા, ઇટાલી, યુએસએ, નોર્વે.
ગ્રુપ ઇ - ઓસ્ટ્રિયા, ક્રોએશિયા, આર્જેન્ટિના, પોલેન્ડ.
ગ્રુપ એફ- જર્મની, ગ્રીસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube