સિડની: ક્લેયર પોલોસાક ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી પુરુષ ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા મેચ અધિકારી બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની 32 વર્ષની પોલોસાક મેચમાં ચોથા અમ્પાયરની ભૂમિકામાં છે. તે આ પહેલાં પુરુષ વન-ડે ક્રિકેટ મેચમાં અમ્યાયરિંગ કરનારી પહેલ મહિલા અમ્પાયર બનવાની સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તેણે 2019માં નામીબિયા અને ઓમાનની વચ્ચે વિશ્વ ક્રિકેટ લીગ ડિવીઝન બેની મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચની સીરિઝની ત્રીજી મેચમાં બે પૂર્વ બોલર પોલ રિફેલ અને પોલ વિલ્સન મેદાન પર અમ્પાયરની ભૂમિકામાં છે. જ્યારે બ્રૂસ ઓક્સેનફોર્ડ ત્રીજા અમ્પાયરની ભૂમિકામાં છે. ડેવિડ બૂન મેચ રેફરી છે.


STAR KIDS: કેવી છે ધોનીની પુત્રી ઝીવાથી લઈને સૈફના પુત્ર તૈમુર સુધીના સેલિબ્રિટિ કિડ્ઝની લાઈફસ્ટાઈલ?


ટેસ્ટ મેચ માટે આઈસીસી નિયમો પ્રમાણે ચોથા અમ્પાયરને ઘરેલુ ક્રિકેટ બોર્ડ દ્વારા પોતાના આઈસીસી અમ્પાયરોની આંતરરાષ્ટ્રીય પેનલમાં નિયુક્ત કરવામાં આવે છે. પોલોસાક તેની સાથે જ ઓસ્ટ્રેલિયામાં 2017માં પુરુષો માટે ઘરેલુ લિસ્ટ એ મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા છે. ચોથા અમ્પાયરનું કામ મેદાનમાં નવો બોલ લાવવો, અમ્પાયરો માટે ડ્રિંક લઈ જવું, લંચ અને ચા દરમિયાન પીચની દેખરેખ અને લાઈટમીટરથી પ્રકાશની તપાસ કરવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. કોઈ પરિસ્થિતિમાં મેદાન પરના અમ્પાયર બહાર જાય તો ત્રીજા અમ્પાયરે મેદાનમાં સેવા આપવાની હોય છે. જ્યારે ચોથા અમ્પાયરે ટેલીવિઝન અમ્પાયરની ભૂમિકા ભજવવાની હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube