STAR KIDS: કેવી છે ધોનીની પુત્રી ઝીવાથી લઈને સૈફના પુત્ર તૈમુર સુધીના સેલિબ્રિટિ કિડ્ઝની લાઈફસ્ટાઈલ?

ફિલ્મી સિતારાઓ હોય કે ખેલજગતના સ્ટાર એમના બાળકો પણ હવે કોઈ સેલિબ્રિટિઝથી કમ નથી રહ્યાં. સોશિયલ મીડિયાની વાત કરીએ તો, હાલ મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝીવાથી માંડીની સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર સૌથી વધારે છવાયેલાં સેલેબ કિડ્ઝ છે. ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ હોય કે પછી અન્ય કોઈ સોશિયલ પ્લેટફોર્મ આ સેલિબ્રિટિ કિડ્ઝ હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે.

યશ કંસારા, અમદાવાદઃ ફિલ્મી સિતારાઓ હોય કે ખેલજગતના સ્ટાર એમાંય ખાસ કરીને ભારતીય ક્રિકેટર્સ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બોલીવુડ સ્ટાર તેમની રીલ લાઈફની જેમ જ તેમની રીયલ લાઈફમાં પણ ચર્ચામાં રહે છે. બીજી તરફ ખેલાડીઓ ઓન ફિલ્ડની જેમ ઓફ ધ ફિલ્ડ પણ લાઈમલાઈટમાં રહે છે. જોકે, આ તમામની સાથો-સાથ આ દરેક સેલિબ્રિટિઝના બાળકો પણ હવે કોઈ સેલિબ્રિટિઝથી કમ નથી. આવા સેલેબ કિડ્ઝની લાઈફસ્ટાઈલ કેવી જે તે તમને આ આર્ટીકલમાં જોવા મળશે. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી ઝીવાથી લઈને સૈફ અને કરીનાનો પુત્ર તૈમુર કંઈ રીતે રહે છે આ સેલિબ્રિટિ કિડ્સ તેના પર કરીએ એકનજર.
 

 

આર્યન (બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર)

1/15
image

એક તરફ આપણે દરેક શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની બોલિવૂડ ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. ત્યારે, બહુ ઓછા લોકોને ખબર છે કે આર્યનનું બોલિવૂડ હિટ કભી ખુશી કભી ગમમાં થઈ ચુક્યુ છે. આર્યને ફિલ્મમાં બાળપણના રાહુલનો કિરદાર નિભાવ્યો હતો. આર્યનને એક્ટિંગ કરતા વધારે રૂચી ડિરેક્શનમાં છે. આર્યનનો પ્રેમ ટાઈકવોન્ડો માટે પણ ઓછો નથી. આર્યન 2010માં મહારાષ્ટ્ર   ટાઈકવોન્ડો ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે.  COURTESY: ARYAN KHAN INSTAGRAM

ઝોરાવર (ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનના પુત્ર)

2/15
image

ઝોરાવર ધવન વિશે લોકો બહુ ઓછું જાણે છે. ઝોરાવર આયેશા મુખર્જી અને શિખર ધવનનો પુત્ર છે. ઝોરાવર ઓસ્ટ્રેલિયામાં પોતાની માતા આયેશા મુખર્જી અને તેની બે બહેનો સાથે રહે છે. ઝોરાવર તેના પિતાની જેમ બહાદૂર છે તે કોઈ પણ પ્રાણી કે જીવથી ડરતો નથી અને તે પણ પોતાના માતા અને પિતાની સ્પોર્ટસ્માં રસ ધરાવે છે. આપને જણાવી દૈયે કે, શિખર ધવનની પત્ની બોક્સર છે અને તેવી જ રીતે ઝોરાવરને પણ બોક્સિંગમાં રસ છે. COURTESY: SHIKHAR DHAWAN INSTAGRAM/ AESHA DHAWAN INSTAGRAM

ઝીવા (ભારતી ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી)

3/15
image

બેબી ઝીવા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી છે. ઝીવા દુનિયાના 10 ટોપ ફોલોવડ સેલિબ્રીટી કિડ્સમાં આવે છે. ઝીવા સિંહ ધોની માત્ર ને માત્ર તેના પિતાની ફેન છે. ઝીવાનો ક્રેઝ ધાનીને જેમ જ બાઈક અને ડોગ્સ માટેનો છે. જ્યારે, પણ ધોની કોઈ મેચ માટે કોઈ પણ સ્થળે જાય છે ત્યારે ધોની કરતા વધારે ક્રેઝ ક્રિકેટર્સમાં ઝીવા માટે હોઈ છે. COURTESY: ZIVA SINGH DHONI INSTAGRAM  

તૈમુર (બોલીવુડ સ્ટાર કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર)

4/15
image

તૈમુર પોતાની ક્યુટનેસના કારણે કાયમ લાઈમલાઈટમાં રહે છે. ત્યારે, તમને જાણતા નવાઈ લાગશે કે તૈમુરના નામે એક જંગલ પણ છે. જી હા કરીના કપૂરની ન્યુટ્રીસનિસ્ટ રૂજુતા દિવેકરે તૈમુરને તેના પ્રથમ બર્થ ડે પર તેના નામે જંગલ કર્યું હતું. તૈમુર સાચેમાં એક સિલેબ કિડ છે તૈમુર જ્યારે પણ કેમેરાથી ઘેરાયેલો હોઈ છે. તે ક્યારે પોસિંગ અથવા ક્યુંટ સ્માઈલ આપવાથી ચુક્તો નથી. COURTESY: KAREENA KAPOOR KHAN INSTAGRAM/ SAIF ALI KHAN INSTAGARAM

સુહાના (બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની પુત્રી)

5/15
image

સુહાના ખાન બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને પ્રોડ્યુસર ગૌરી ખાનની પુત્રી છે. સુહાના ખાનના માત્ર શાહરૂખ ખાનની પુત્રી હોવાના કારણે ફેમસ નથી પણ સુહાનાની એક ડિવા તરીકેની પણ ઓળખ છે. સુહાનાનો ફૂટબોલ માટે પણ પ્રેમ એટલો જ છે. જેટલો તેનો પ્રેમ એક્ટિંગ માટે છે. સુહાનાએ પોતાની સ્કુલની અન્ડર 14 ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. COURTESY: SUHANA KHAN INSTAGRAM

સારા (માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરની પુત્રી)

6/15
image

સારા તેંડૂલકર, ક્રિકેટના લેજેન્ડ સતિન તેંડૂલકરની પુત્રી છે. જ્યારે, સચિન તેંડૂલકરની છેલ્લી મેચ હતી ત્યારે સારા તેંડૂલકર તેની ખૂબસૂરતીના કારણે લાઈમલાઈટમાં આવી હતી. સારા તેંડૂલકરે પોતાનું ગ્રેજ્યુએશન યુનિર્વસિટી કોલેજ ઓફ લંડનમાંથી વર્ષ 2018માં કર્યું હતું. COURTESY: SARA TENDULKAR INSTAGRAM

સાનવિકા (ક્રિકેટર શ્રીસાંથની પુત્રી)

7/15
image

સાનવિકા વિવાદીત ક્રિકેટર શ્રીસાંથની પુત્રી છે. સાનવિકાના ક્યુટ ફિચર્સના કારણે લોકો તેને ખૂબ પસંદ કરે છે. શ્રીસાંથ જ્યારે બિગબોસની 12મી સિઝનમાં આવ્યો હતો ત્યારે સાનવિકા લાઈમલાઈટમાં આવી હતી. 

 

નાઈસા (બોલીવુડ સ્ટાર અજય દેવગનની પુત્રી)

8/15
image

નાઈસા દેવગન અજય દેવગન અને કાજોલની પુત્રી છે. નાઈસા વિશે ખૂબ જ ઓછું લોકો જાણે. નાઈસા ટ્રાવેલિંગ અને ફિલ્મોમાં ખૂબ જ રસ ધરાવે છે. નાઈસા સિંગાપોરની યુનાઈટેડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાંથી ગ્રેજ્યુઅશન કરી રહી છે. (COURTESY: NYSA DEVGAN INSTAGRAM)

Mallika Sherawat એ ફેન્સને આપી New Year ગિફ્ટ, શેર કર્યા Bikini Pics

ગ્રેસિયા (ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની પુત્રી)

9/15
image

ગ્રેસિયા ભારતીય લેફ્ટ હેન્ડ બેટ્સમેન સુરેશ રૈનાની પુત્રી છે. તેનો જન્મ 14 મે 2016ના રોજ થયો હતો. ગ્રેસિયા રૈનાનું ઈન્ટાગ્રામ એકાઉન્ટ તેના માતા અને પિતા હેન્ડલ કરે છે. ગ્રેસિયાના ઈન્સટાગ્રામ પર 19 હજારથી વધારે ફોલોવર્સ છે. ગ્રેસિયાના નામ પર તેની માતા પ્રિયંકા ચૌધરી ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન ચલાવે છે. COURTESY: GRACIA RAINA INSTAGRAM

ક્રિશ્ટીયાનો રોનાલ્ડો જૂનિયર (ફૂટબોલ પ્લેયર ક્રિશ્ટીયાનો રોનાલ્ડોનો પુત્ર)

10/15
image

ક્રિશ્ટીયાનો રોનાલ્ડો જૂનિયર પોતાના પિતાની જેમ જ એક સ્ટાર કિડ છે. રોનાલ્ડો જૂનિયર પોતાના ફૂબોલિંગ સ્કીલ્સના કારણે ફૂટબેલ ફેન્સના દિલમાં જગ્યા બનાવી ચૂક્યો છે. રોનાલ્ડો જૂનિયરને પોતાના પિતાની જેમ જ હાથઘડીયાળનો શોખ છે. (COURTESY: CRISTIANO RONALDO INSTAGRAM)

અર્જૂન (માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરનો પુત્ર)

11/15
image

અર્જન તેંડૂલકરના વિશે ઘણા લોકો ઘણું બધું જાણે છે. અમુક વાતો અર્જૂન વિશે લોકો ઘણી ઓછી જાણે છે. તમને જાણતા નવાઈ લાગશે અર્જૂન તેંડૂલકર ભારતીય બોલરોનો નહીં પણ પાકિસ્તાની અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સનો ફેન છે. અર્જૂન વાસિમ અક્રમ, મિચેલ સ્ટાર્ક અને મિચેલ જોન્સનનો ફેન છે. અર્જૂન તેંડૂલકરને માત્ર ક્રિકેટમાં નહીં પણ ટાઈકવોડન્ડો, ફૂટબોલ અને સ્વિમિંગમાં પણ રસ ધરાવે. COURTESY: ARJUN TENDULKAR INSTAGRAM

ફિલ્મોમાં ફ્લોપ હોવા છતાં કરોડોમાં આળોટે છે આ અભિનેત્રીઓ, જાણો ક્યાંથી કરે છે કમાણી

અનંત અંબાણી (બિઝનેઝ ટાઈકૂન મુકેશ અંબાણીનો પુત્ર)

12/15
image

અનંત અંબાણીને કોણ નથી જાણતું પણ કેટલીક માહિતી એવી છે જે અનંત વિશે લોકો બહુ ઓછી જાણે છે. અનંત અંબાણી જીવપ્રેમી અને તેને પ્રાણીઓ વિશે ચાલતી ફરતી એનસાઈક્લોપીડિયા કહેવામાં આવ છે. સાથે જ અનંત તરઠછોડાયેલા પ્રાણીઓ માટે શેલ્ટર હોમ પણ ચલાવે છે.

અબ્રામ (બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર)

13/15
image

અબ્રામ શાહરૂખ ખાનનો સૌધી નાનો પુત્ર છે. અબ્રામ પણ તેની મોટા ભાઈ આર્યનની જેમ ટાઈકવોન્ડોમાં રસ ધરાવે છે અને થોડા સમય પહેલા અબ્રામે રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. COUTESY: SHAHRUKH KHAN INSTAGRAM

આરવ (બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનો પુત્ર)

14/15
image

આરવ બોલીવુડના ખિલાડી અક્ષય કુમારના પુત્ર છે. આરવ ત્યારે લાઈમલાઈટમાં આવ્યો હતો જ્યારે એક ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન મસ્તીમાં આરવનો કાન ખેંચ્યો હતો. આરવ પોતાના પિતાની જેમ માર્શયિલ આર્ટસમાં રસ ધરાવે છે. આરવે ઓકિનવા, કૂડો અને ગોજૂ રયું કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. અને રાષ્ટ્રીય લેવલે જૂડો ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

Kiara Advani માલદીવમાં માણી રહી છે રજાઓ, જણાવી રહી છે ફિટ રહેવાનો મૂળ મંત્ર

જૂનેદ (બોલીવુડ પરફેક્શનિસ્ટ આમિર ખાનનો પુત્ર)

15/15
image

જૂનેદ ખાન બોલિવૂડ સ્ટાર આમિર ખાનનો પુત્ર છે. જૂનેડ ટૂંક જ સમયમાં મલયાલમ ફિલ્મના રિમેક ઈશ્કમાં પોતાનું બોલિવૂડ ડેબ્યું કરશે. જૂનેદે લોસ એન્જીલીસ અમેરિકન એકેડમી ઓફ ડ્રામેટીક્સમાંથી પોતાની ડ્રીગ્રી મેળવી છે.

Malaika Arora એ સ્વિમિંગ પૂલમાંથી શેર કર્યો હોટ ફોટો, મળી લાખો લાઇક્સ