AUS vs PAK: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની ટીમ સંકટમાં, પ્લેઇંગ-11 બનાવવી પણ મુશ્કેલ
Pakistan Team Viral Fever: પાકિસ્તાન ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડીઓ આ સમયે બીમાર પડી ગયા છે. તેવામાં આગામી વિશ્વકપ મુકાબલામાં ટીમ સામે પ્લેઇંગ-11 તૈયાર કરવાનું પણ સંકટ ઊભુ થયું છે.
Pakistan Playing 11: વિશ્વ કપ 2023માં પાકિસ્તાનનો આગામી મુકાબલો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છે. આ મેચ 20 ઓક્ટોબરે બેંગલુરૂમાં રમાવાની છે. આ મુકાબલા પહેલા પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ સંકટમાં છે. તેના માટે હાલ આ મેચ માટે પ્લેઈંગ-11 બનાવવી પણ મુશ્કેલ લાગી રહી છે.
હકીકતમાં બેંગલુરૂ પહોંચ્યા બાદ પાકિસ્તાન ટીમના ઘણા ખેલાડીઓ વાયરલ તાવની ઝપેટમાં આવી ગયા છે. બેંગલુરૂમાં આ દિવસોમાં વાયરલ ફીવરનો પ્રકોપ છે. સંભવતઃ બદલાતા વાતાવરણને કારણે અહીંના લોકોની તબીયત ખરાબ થઈ રહી છે. જ્યારે પાકિસ્તાન ટીમ અહીં પહોંચી તો તે પણ ફિવરની ઝપેટમાં આવી ગઈ. કેટલાક ખેલાડીઓને છોડી બાકીના પ્લેયર્સ બીમાર પડી ગયા છે. પરંતુ હવે કેટલાક ખેલાડીઓ સાજા થઈ રહ્યાં છે, પરંતુ જો મેચ પહેલા ખેલાડીઓ સંપૂર્ણ ફિટ નહીં થાય તો ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા ઊભી થઈ શકે છે.
PCB એ ખેલાડીઓના રિકવરી પર આપ્યું અપડેટ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા મેનેજર અહસાન ઇફ્તિખારે આ મામલા પર મંગળવારે સાંજે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે, કેટલાક ખેલાડી તાવની ઝપેટમાં આવી ગયા હતા, પરંતુ હવે રિકવર થઈ ગયા છે. હાલ જે ખેલાડીઓ રિકવરી સ્ટેજમાં છે, તેના પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે.
આ પણ વાંચોઃ World Cup માં માત્ર 1 ટીમને છોડી તમામ ટીમો બની અપસેટનો શિકાર, ભારતનું નામ પણ છે List
નોંધનીય છે કે ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન માટે આગામી મેચ ખુબ મહત્વની છે. ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી તે લયમાં આવવાનો પ્રયાસ કરશે. જો પાક ટીમ આ મેચ હારશે તો તેને મોટો ઝટકો લાગી શકે છે.
પાકિસ્તાનની વિશ્વકપ ટીમ
ફખર ઝમાન, ઇમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, સઉદ શકીલ, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હારિસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube