નવી દિલ્હીઃ  Australia vs Sri Lanka t20 match: સ્ટીવ સ્મિથે (Steve Smith) શ્રીલંકા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં પોતાના સ્વભાવથી વિપરીત આક્રમક ઈનિંગ રમી અને ડેવિડ વોર્નરની સાથે મળીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 19 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી 117 રન બનાવ્યા હતા. ત્યારબાદ કાંગારૂ ટીમનો કેપ્ટન એરોન ફિન્ચ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. પરંતુ બીજી વિકેટ માટે સ્મિથ અને ડેવિડ વોર્નરે (David Warner) અણનમ 117 રનની ભાગીદારી કરી પોતાની ટીમને 9 વિકેટે વિજય અપાવ્યો હતો. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની ટી20 સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટીવ સ્મિથની ટી20મા ધમાકેદાર વાપસી
આંતરરાષ્ટ્રીય ટી20 મુકાબલાની વાત કરીએ તો સ્મિથે 9 વર્ષ 7 મહિના બાદ અડધી સદી ફટકારી છે. પ્રથમ ટી20 મેચમાં સ્મિથ અંતિમ ઇલેવનમાં સામેલ હતો, પરંતુ તેને બેટિંગ કરવાની તક ન મળી. શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં ટીમમાં સામેલ કર્યા પહેલા સ્મિથે પોતાની અંતિમ ટી20 મેચ 27 માર્ચ 2016ના રમી હતી. તે મેચમાં સ્મિથ માત્ર બે રન બનાવી શક્યો હતો. 

શાકિબની ખુલી પોલ, ICC જાહેર કરી બુકી સાથે થયેલી સંપૂર્ણ વાતચીત 


તો ટી20મા તેણે પોતાની છેલ્લી અડધી સદી 25 માર્ચ 2016ના પાકિસ્તાન વિરુદ્ધ ફટકારી હતી. ત્યારે તેણે અણનમ 61 રન બનાવ્યા હતા. ત્યારબાદ સ્મિથે આજે શ્રીલંકા વિરુદ્ધ અડધી સદી ફટકારી છે. તેણે બીજી મેચમાં અણનમ 53 રન ફટકાર્યા હતા. સ્મિથે 36 બોલ પર 6 ચોગ્ગા ફટકાર્યા હતા. 


વોર્નર પણ શાનદાર ફોર્મમાં
આ ટી20 સિરીઝની પ્રથમ મેચમાં ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે સદી પટકારી હતી તો તેણે બીજી મેચમાં ફરી અણનમ અડધી સદી ફટકારી હતી. વોર્નરે 41 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા.