શાકિબની ખુલી પોલ, ICC જાહેર કરી બુકી સાથે થયેલી સંપૂર્ણ વાતચીત

જાન્યુઆરી 2018, શાકિબને બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રિકોણીય સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના અને અગ્રવાલ વચ્ચે વોટ્સએપ પર વાત થઈ હતી. 
 

શાકિબની ખુલી પોલ, ICC જાહેર કરી બુકી સાથે થયેલી સંપૂર્ણ વાતચીત

દુબઈઃ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન અને શંકાસ્પદ ભારતીય બુકી દીપક અગ્રવાલ વચ્ચે વાતચીતનો ક્રમવાર સિલસિલો આ પ્રકારે છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જારી કર્યો હતો. આ સંપર્ક વિશે જાણકારી દેવામાં નિષ્ફળ રહેવા પર આઈસીસીએ શાકિબ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો જેમાં એક વર્ષનું સસ્પેન્શન પણ સામેલ છે. 

- જાન્યુઆરી 2018, શાકિબને બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રિકોણીય સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના અને અગ્રવાલ વચ્ચે વોટ્સએપ પર વાત થઈ હતી. 

- 19 જાન્યુઆરી 2018, શાકિબને તે દિવસે મેચમાં મેન ઓફ ધ મેચ બનવા માટે અગ્રવાલે શુભેચ્છા આપતા વોટ્સએપ પર મેસેજ મોકલ્યો. અગ્રવાલે ત્યારબાદ મેસેજ કર્યો, 'શું આપણે આમા કામ કરી શકીએ કે હું આઈપીએલ સુધી રાહ જોવ.'

- આ સંદેશમાં 'કામ' કરવાના સંદર્ભ તેણે અગ્રવાલને આંતરિક સૂચના ઉપલબ્ધ કરાવવાનો હતો.

- શાકિબે અગ્રવાલ સાથે સંપર્કની જાણકારી એસીયૂ કે કોઈ અન્ય ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીને ન આપી. 

- 23 જાન્યુઆરી 2018, શાકિબને અગ્રવાલનો વધુ એક વોટ્સએપ સંદેશ મળ્યો જેમાં અગ્રવાલે એકવાર ફરી તેની સાથે સંપર્ક કરીને અંદરની જાણકારીની માહિતી મેળવવા ઈચ્છી. તેમાં અગ્રવાલે લખ્યું, 'દોસ્ત આ સિરીઝમાં કંઇ થઈ શકે છે?'

- શાકિબે તેની ખાતરી કરી કે આ સંદેશ તેને હાલની ત્રિકોણીય સિરીઝના સંબંધમાં અંદરની સૂચના હાસિલ કરવાના આગ્રહની સાથે કરવામાં આવ્યો હતો. 

- 26 એપ્રિલ 2018, તે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ આઈપીએલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમ્યો. 

- તે દિવસે તેને અગ્રવાલનો વધુ એક વોટ્સએપ મેસેજ મળ્યો જેમાં તે દિવસે  ચોક્કસ ખેલાડીના રમવા વિશે પૂછવામાં આવ્યું, આ રીતે એકવાર ફરી અંદરની જાણકારી માગવામાં આવી. 

- અગ્રવાલે બિટક્વાઇન, ડોલર એકાઉન્ડ વિશે વાત કરીને આ ચર્ચાને ચાલું રાખી અને તેના ડોલર એકાઉન્ટની જાણકારી માગવામાં આવી. આ વાતચીત દરમિયાન તેણે અગ્રવાલને કહ્યું કે, પહેલા તે તેને મળવા ઈચ્છે છે. 

- 26 એપ્રિલ 2018ના આ સંદેશામાં ઘણા ડિલેટ કરેલા સંદેશા પણ સામેલ છે. શાકિબે ખાતરી કરી કે અગ્રવાલે આ ડિલીટ કરેલા સંદેશામાં અંદરની જાણકારી આપવાનો આગ્રહ કર્યો હતો. 

- તેણે કહ્યું કે, અગ્રવાલને લઈને તેની ચિંતાઓ હતી, લાગતું હતું કે, તે 'ચીટર' છે. ત્યારબાદ થયેલી વાતચીતમાં તેને અનુભવ થયો કે તે સટ્ટાબાજ છે. 

- 26 એપ્રિલ 2018ના અગ્રવાલ સાથે સંપર્ક કરવાની જાણકારી તેણે એસીયૂ કે કોઈ અન્ય ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીને ન આપી. 

- શાકિબે એસીયૂને જણાવ્યું કે, અગ્રવાલના કોઈપણ આગ્રહનો સ્વીકાર કર્યો નથી અને ન કોઈ જાણકારી આપવામાં આવી, તેને કોઈ સૂચના ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જેનો તેણે આગ્રહ કર્યો હતો અને ન તો અગ્રવાલ પાસે કોઈ પૈસા કે કોઈ ઇનામ લીધું છે. પરંતુ આ દરમિયાન તેણે ક્યારેય આ સંપર્ક વિશે એસીયૂ કે કોઈ અન્ય સંબંધિત અધિકારીને કોઈ જાણકારી આપી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news