મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને ઇજાના લીધે 24 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા ભારત પ્રવાસ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. આ પ્રવાસ પર ઓસ્ટ્રેલાઇ ટીમ પાંચ વનડે અને બે ટી-20 મેચ રમશે. આ મહત્વપૂર્ણ સીરીઝમાં એરોન ફિંચ જ ટીમની કેપ્ટનશિપ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇજાના લીધે 29 વર્ષીય સ્ટાર્ક પ્રવાસ માટે હાજર નથી, જ્યારે હરફનમૌલા ખેલાડી મિશેલ માર્શને ઓસ્ટ્રેલાઇ ટીમમાં સ્થાન મળ્યું નથી. સ્ટાર્કને શ્રીલંકા વિરૂદ્ધ કેનબરામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે બોલીંગ કરતાં ઇજા પહોંચી હતી.
કેવી રીતે સસ્તુ થશે તમારી Home અને Car લોન, EMI માં ફેરફારના ગણિતને આ રીતે સમજો


રાષ્ટ્રીય પસંદગીકર્તા ટ્રેવર હોન્સે કહ્યું કે ''દુભાર્ગ્યવશ સ્ટાર્કને કેનબરા ટેસ્ટ મેચના અંતિમ દિવસે બોલીંગ કરતાં ઇજા પહોંચી હતી જેના લીધે ભારત પ્રવાસ માટે ફીટ નથી. પરંતુ માર્ચમાં સંયુક્ત અરબ અમીરાત (યૂઇએ)માં પાકિસ્તાન વિરૂદ્ધ વનડે સીરીઝ સુધી તે વાપસી કરી લેશે.'' પીઠના નીચલા ભાગમાં ફ્રેક્ચરથી ઠીક થઇ રહેલા બોલર જોશ હેઝલવુડની ગેરહાજરીમાં સંયુક્ત રીતે પૈટ કમિંસ અને એલેક્સ કૈરી ઉપકેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

ચૂંટણી પહેલાં ઘર ખરીદનારાઓને મોટી રાહત આપી શકે છે મોદી સરકાર, જાણો શું છે પ્લાનિંગ


ટીમ: એરોન ફિંચ (કેપ્ટન), પૈટ કમિંસ, એલેક્સ કૈરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કૂલ્ટર નાઇલ, પીટર હૈડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાઝા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મૈક્સવેલ, ઝાએ રિચર્ડસન, કેન રિચર્ડસન, ડાર્સી શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર, એડમ જૈમ્પા.