ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર પસંદ કર્યા બે વાઇસ કેપ્ટન, જણાવ્યું આ કારણ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બે વાઇસ કેપ્ટન પસંદ કરવામાં આવ્યા છે. તેનો નિર્ણયને નીતિગત ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેની એક મહત્વની જરૂરીયાત પૂરી કરવાની દિશામાં ઝડપી પગલું છે.
સિડનીઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ફજેતી થયા બાદ કહેવામાં આવ્યું હતું કે, હવે ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં ફેરફાર થશે. આ વર્ષે માચના અંતિમ સપ્તાહમાં વિવાદ બાદ લાંબા સમય સુધી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓ અને કોચ બદલવા સિવાય કોઈ મોટો ફેરફાર કર્યો નથી. પરંતુ ઘણા નીતિગત નિર્ણયો લીદા છે. હવે દુબઈમાં યોજાનારી પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ પસંદગીમાં એક નવી વાત દેખાઈ રહી છે. પ્રથમવાર વિશ્વની કોઈ ટીમે બે વાઇસ કેપ્ટન બનાવ્યા છે. કોચ જસ્ટિલ લેંગર અને પસંદગીકારોએ ખાસ નીતિ હેઠળ આ નિર્ણય કર્યો છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર પોતાની ટેસ્ટ ટીમમાં બે ખેલાડીઓ ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને વાઇસ કેપ્ટન બનાવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, આ બંન્ને ટીમના સભ્યોના મતદાનથી કેપ્ટન ટિમ પેનના સહાયકના રૂપમાં પસંદ કરવામાં આવ્યા પરંતુ તેના પર અંતિમ નિર્ણય પસંદગી પેનલે કર્યો જેમાં કોચ જસ્ટિન લેંગક અને પસંદગીકાર ટ્રેવર હોન્સ સામેલ છે.
પસંદગીકાર હોન્સે નિર્ણયનું ગણાવ્યું આ કારણ
હોન્સે પ્રથમવાર એક કરતા વધુ વાઇસ કેપ્ટનની નિમણૂંક કરવા પર કહ્યું, અમારૂ માનવું છે કે નેતૃત્વને આ મોડલથી કેપ્ટનને સર્વશ્રેષ્ઠ મદદ મળશે. આ એક સફળ મોડલ છે જેને વિશ્વભરની રમતોમાં ઉપયોગ કરવામાં આવે છે. અમારો ઉદ્દેશ શાનદાર ક્રિકેટરો અને સારા માણસો તૈયાર કરવાનો છે અને અમે ખૂબ ભાગ્યશાળી છીએ જે અમારી પાસે આટલા સારા અને યુવા ખેલાડી છે.
ટી20 શ્રેણીમાં પણ જોવા મળી શકે છે બે વાઇસ કેપ્ટન
26 વર્ષના મિશેલ માર્શ પાકિસ્તાન વિરુદ્ધ સાત ઓક્ટોબરથી દુબઈમાં શરૂ થનારી બે ટેસ્ટ મેચોની શ્રેણી દરમિયાન વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. આ શ્રેણીમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે હેઝલવુડ રમવાનો નથી. ત્યારબાદ ટી20 શ્રેણીમાં બંન્ને એકસાથે ઉપલબ્ધ રહેશે. આ શ્રેણીમાં દુનિયાની એક ક્રિકેટ ટીમમાં બે વાઇસ કેપ્ટન જોવા મળી શકે છે.