India vs Australia: ઓસ્ટ્રેલિયાને પોતાની ધરતી પર 31 વર્ષ બાદ મળ્યું ફોલોઓન
ભારતે ઓસ્ટ્રેલિયાને સિડની ટેસ્ટમાં ફોલોઓન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 300 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 622/7 રન બનાવ્યા હતા.
સિડનીઃ ભારતે સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપ્યું છે. ભારતની પ્રથમ ઈનિંગનો સ્કોર 622/7ના જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 300 પર ઓલઆઉટ થઈ ગયું હતું. પોતાની ધરતી પર ઓસ્ટ્રેલિયાને 31 વર્ષ બાદ ઓલોઓન મળ્યું છે.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં આમ થયું હતું. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ક્રિસ બ્રોડની સદીની મદદથી 425 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 214 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગમાં બે વિકેટ પર 328 રન બનાવ્યા હતા.
ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર 6 જાન્યુઆરી 1986 1986ના ફોલોઓન આપ્યું હતું. ભારતના સુનીલ ગાવસ્કર, કૃષ્ણનમચારી શ્રીકાંત અને મહેન્દ્ર અમરનાથની સદીની મદદથી ચાર વિકેટ પર 600 રન બનાવ્યા હતા. મેચના અંતિમ દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 396ના સ્કોર પર આઉટ કરીને ફોલોઓન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 6 વિકેટ પર 119 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો રહી હતી.
VIDEO: ફેડરરે ત્રીજીવાર જીત્યો હોપમેન કપ, બન્યો ટૂર્નામેન્ટનો સૌથી સફળ ખેલાડી
ઓસ્ટ્રેલિયાએ છેલ્લે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2005મા એશિઝ સિરીઝમાં ફોલોઓનનો સામનો કર્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ફ્લિન્ટોફની સદીની મદદથી 477 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 218 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 387 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડને 129 રનનો લક્ષ્ય મળ્યો હતો. તેને હાસિલ કરવામાં ઈંગ્લેન્ડની સાત વિકેટ પડી ગઈ હતી.
ભારત તરફથી કુલદીપ યાદવે 99 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ ઓસ્ટ્રેલિયામાં તેનો પ્રથમ ટેસ્ટ મેચ હતો અને તેણે સફળતા મેળવી હતી. ભારત ચાર મેચોની સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહ્યું છે. એટલે કે ટીમ ઈન્ડિયા પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક છે.