ભુવનેશ્વરઃ ઓસ્ટ્રેલિયાએ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા મંગળવારે ઓડિશા હોકી વિશ્વકપ ટૂર્નામેન્ટમાં  ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલા બીજા ગ્રુપ મેચમાં 3-0થી વિજય હાસિલ કર્યો છે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ  પૂલ-બીમાં 6 પોઈન્ટની સાથે સર્વોચ્ચ સ્થાન પર કબજો જાળવી રાખતા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની દાવેદારી  મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડનો પ્રથમ ગ્રુપ મેચ ડ્રો રહ્યો હતો અને તેવામાં તેના ખાતામાં માત્ર એક પોઈન્ટ છે.  પહેલા હાફમાં ઓસ્ટ્રેલિયાએ એક બાદ એક બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા પંરતુ ઈંગ્લેન્ડના ગોલકીપર જોર્જ પિનરે  બંન્નેને અસફળ કરતા પોતાની ટીમની જીતની આશા યથાવત રાખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29મી મિનિટે ઈંગ્લેન્ડને પણ પેનલ્ટી કોર્નર મળ્યો અને અહીં ઓસ્ટ્રેલિયાના ગોલકીપર લોવેલે પોતાની ક્ષમતાનું  પ્રદર્શન કર્યું હતું. તેણે વર્લ્ડ નંબર-7ના પ્રયત્નને અસફળ રહ્યો હતો. આ રીતે પ્રથમ હાફમાં બંન્ને ટીમોનો સ્કોર 0-0  રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ મેચમાં જીત મેળવી હતી અને તેવામાં ઈંગ્લેન્ડ માટે આ મેચમાં જીત  મેળવવી ખૂબ જરૂરી હતી. આ લક્ષ્યને ધ્યાનમાં રાખતા બીજા હાફમાં ઉતરેલી ઈંગ્લેન્ડે વર્લ્ડ નંબર-1 ઓસ્ટ્રેલિયા  વિરુદ્ધ પોતાના ડિફેન્સને મજબૂત રાખતા ગોલની તક શોધવાનું ચાલું રાખ્યું હતું. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના  ખેલાડી ફ્લિન ઓગિવલીએ શીધો શોટ મારતા ગોલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઈંગ્લેન્ડના ગોલકીપર પિનરે  શાનદાર બચાવ કર્યો હતો. 


તે પાંચ શૂઝ જેને પહેરીને ઘણા ફુટબોલરોએ નવી ઊંચાઈઓ સર કરી


ઓસ્ટ્રેલિયાએ બીજી તક ન ગુમાવી. જૈક વેટને ટોમ ક્રેગ પાસેથી મળેલા પાસને 47મી મિનિટમાં ફીલ્ડ ગોલ કરીને  ઓસ્ટ્રેલિયાનું ખાતુ ખોલ્યું હતું. ઈંગ્લેન્ડે પણ તેનો પ્રયત્ન જારી રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50મી મિનિટમાં ફરી  એકવાર ઈંગ્લેન્ડના ડિફેન્તને ભેદતા બ્લૈક ગોવર્સે ગોલ કરીને ટીમનો સ્કોર 2-0 કરી દીધો હતો. 56મી મિનિટમાં  મૈથ્યૂ સ્વાન તરફથી મળેલા પાસને વેયરે ગોલ કરીને પોતાની ટીમને 3-0ની લીડ અપાવી દીધી હતી. 

'ગોલ્ડન ગર્લ' વિનેશ ફોગાટ 13 ડિસેમ્બરે સોમવીર રાઠી સાથે કરશે લગ્ન


ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ગોલ કરવાની તક ન આપતા અંતમાં 3-0થી જીત હાસિલ કરી હતી. ક્વાર્ટર  ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઈંગ્લેન્ડની પાસે ત્રીજો ગ્રુપ મેચ અંતિમ તક છે, જ્યાં તેનો સામનો સાત  ડિસેમ્બરે આયર્લેન્ડ સામે થશે. આ સિવાય ગ્રુપ સ્તર પર ટોપ પર રહેવા અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા પાક્કી  કરવા માટે ઓસ્ટ્રેલિયા ચીન સામે ટકરાશે.