India vs Australia Test Series, Rahul Dravid: ભારતના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડે પોતાના કરિયરમાં દિગ્ગજ બોલરોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયન ટીમને પણ છોડી નથી, તે સમયે કંગારૂ ટીમ સૌથી ખતરનાક માનવામાં આવતી હતી. તેમની પાસે શેન વોર્ન, ગ્લેન મેક્ગ્રા, જેસન ગિલેસ્પી, બ્રેટલી જેવા ખૂંખાર બોલરો હતા. તેમ છતાં દ્રવિડે રન બનાવ્યા અને 'ધ વોલ' તરીકેનું ઉપનામ મેળવ્યું હતું. પૂર્વ ભારતીય કેપ્ટને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 33 ટેસ્ટ મેચોમાં 38.67ની સરેરાશથી 2166 રન બનાવ્યા હતા. તે દરમિયાન ઘણી યાદગાર ઈનિંગો રમી છે. આ તમામ વાતોને પૂર્વ કંગારૂ ઓપનપ મૈથ્યૂ હેડને અચાનક યાદ કરી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેડને કરી નાંખી મોટી ભૂલ
હેડને લાઈવ કોમેન્ટ્રી દરમિયાન એક જોરદાર ભૂલ કરી નાંખી. તેમણે ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંદગી વિશે વાત કરતા કહ્યું કે તે કેએલ રાહુલના સ્થાને રાહુલ દ્રવિડને ઈચ્છું છું. હેડન પિંક બોલ ટેસ્ટમાં ભારતની હારનું વિશ્લેષણ કરી રહ્યા હતા અને તેમની આ ભૂલને ગાવસ્કરને હસાવી દીધા. આ ટિપ્પણી ગાવસ્કરના તે નિવેદન બાદ આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે રોહિતને નંબર 6 પર બેટિંગ કરવી જોઈએ નહીં. તેમણે ભારત માટે ઓપનિંગ કરવી જોઈએ.


હેડને શું કહ્યું હતું?
હેડન ગાવસ્કર સાથે સહમત ન હતો અને અમે કહ્યું હતું કે ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ઉતાવળમાં ફેરફાર ન કરવો જોઈએ. તેમણે ઓપનર તરીકે ટેકનિકલી સાઉન્ડ રાહુલને ચાલુ રાખવાનું પણ સમર્થન કર્યું, પરંતુ આખરે કેએલ રાહુલની જગ્યાએ રાહુલ દ્રવિડનું નામ લઈ બેઠો. હેડને કહ્યું, "હું થોડો વધુ જીદ્દી થઈ જઈશ. હું આ સ્તરે ફેરફાર કરીશ નહીં. હું જાણું છું કે તમને ટોચના ત્રણમાં વધુ સારા પરિણામો જોઈએ છે, પરંતુ મેં પર્થમાં જે જોયું તેના પરથી ટેકનિકલી રાહુલ દ્રવિડ ત્યાં જ છે. તેમને ફક્ત લાંબા સમય સુધી તે કરવાની જરૂર છે.


'એક ખરાબ સપનું છે, જેણે હું અત્યારે પણ જીવી રહ્યો છું'
હેડને પોતાના વિશ્લેષણ પુરું કર્યું, ગાવસ્કરે ઓસ્ટ્રલિયાના દિગ્ગજને ટોણો મારતા કહ્યું કે, મને સારું લાગશે જો તે રાહુલ દ્રવિડ હોત, જેવું તમે કહ્યું , પરંતુ તે કેએલ રાહુલ છે. હેડને હસતા હસતા બોલ્યા કે એડિલેડ ઓવલમાં દ્રવિડની સદી હજું પણ મને પરેશાન કરે છે. માફ કરજો, કેએલ રાહુલ. હું માફી માંગીશ.. હું તે સમય વિશે વિચારી રહ્યો હતો જ્યાં તેમણે એડિલેડમાં દબદબો બનાવ્યો હતો અને 2003/04ની સીરિઝમાં અમને ધૂળ ચટાવી હતી. તે એક ખરાબ સપનું છે, જેણે હું હજું પણ જીવી રહ્યો છું.