નવી મુંબઈઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND W vs AUS W) વચ્ચે ટી20 સિરીઝનો બીજો મુકાબલો ડો. ડીવાઈ પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયો હતો. આ રોમાંચક મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 187 રન બનાવ્યા હતા. ભારતને અંતિમ બોલ પર જીત માટે 5 રનની જરૂર હતી. દેવિકા વૈદ્યાએ બાઉન્ડ્રી ફટકારી મેચ ટાઈ કરાવી દીધી હતી. સુપર ઓવરમાં ભારતે પ્રથમ રમતા 20 રન બનાવ્યા. તેમાં સ્મૃતિ મંધાનાનું યોગદાન 3 બોલમાં 13 રનનું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ 16 રન બનાવી શકી અને ભારતીય ટીમે આ મેચ જીતી લીધી. વર્ષ 2022માં ટી20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ હાર છે. આ સાથે 5 મેચની સિરીઝ 1-1થી બરોબર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગ
188 રનના લક્ષ્યનો રીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને સ્મૃતિ મંધાનાએ શેલાફી વર્માની સાથે મળી વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 52 બોલ પર 76 રનની ભાગીદારી થઈ. શેફાલી (34) ના આઉટ થયા બાદ સ્મૃતિએ આક્રમક બેટિંગ જારી રાખી હતી. 49 બોલમાં 79 રન બનાવી સ્મૃતિ આઉટ થઈ હતી. તેની ઈનિંગમાં 9 ચોગ્ગા અને ચાર સિક્સ સામેલ હતી. 


આ પણ વાંચોઃ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો કેપ્ટન રોહિત શર્મા, આ ત્રણ ખેલાડીઓને ટીમમાં મળી તક


તે આઉટ થઈ ત્યારે ભારતને જીત માટે 21 બોલમાં 40 રનની જરૂર હતી. ઋચા ઘોષે ઝડપથી રન બનાવ્યા. 19મી ઓવરમાં 4 રન આપી હીથર ગ્રાહમે મેચને રોમાંચક બનાવી દીધી. અંતિમ ઓવરમાં ભારતને જીત માટે 14 રનની જરૂર હતી. છેલ્લા બોલે દેવિકાએ ચોગ્ગો ફટકારી મેચ ટાઈ કરાવી લીધી. ઋચાએ 13 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. 


મૂની-મૈકગ્રાની રેકોર્ડ ભાગીદારી
બેથ મૂની અને મૈકગ્રાની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ પર 187 રન બનાવ્યા. મૂન (અણનમ 82) અને તાહલિયા (અણનમ 70) એ બીજી વિકેટ માટે 158 રન જોડ્યા. મૂનીએ 54 બોલનો સામનો કરતા 13 ચોગ્ગા જ્યારે તાહલિયાએ 51 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. મૂની અને તાહલિયાની આ ભાગીદારી ભારત વિરુદ્ધ કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી હોવા સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. 


આ પણ વાંચોઃ સંજૂ સેમસનને મળી આ દેશમાંથી રમવાની ઓફર! ટીમ ઈન્ડિયા કરી રહી છે નજરઅંદાજ


ભારત તરફથી એકમાત્ર વિકેટ દીપ્તિ શર્માએ લીધી હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું, ત્યારબાદ મહેમાન ટીમે આક્રમક શરૂઆત કરી. એલિસા હીલી (15 બોલમાં 25 રન) એ આક્રમક વલણ અપનાવતા રેણુકા સિંહ પર ત્રણ અને અંજલિ સરવાનીની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ હીલી ચોથી ઓવરમાં દીપ્તિના બોલ પર આઉટ થઈ ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube