IND vs BAN Test: પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો કેપ્ટન રોહિત શર્મા, આ ત્રણ ખેલાડીઓને ટીમમાં મળી તક

Rohit Sharma Ruled Out: ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં ફેરફાર કર્યો છે. ઈજાને કારણે કેપ્ટન રોહિત શર્મા બહાર થઈ ગયો છે. 

IND vs BAN Test: પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો કેપ્ટન રોહિત શર્મા, આ ત્રણ ખેલાડીઓને ટીમમાં મળી તક

નવી દિલ્હીઃ Rohit Sharma Ruled Out IND vs BAN Test: ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં ફેરફાર કર્યો છે. કેપ્ટન રોહિત શર્મા ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. રોહિતની જગ્યાએ અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે-સાથે સૌરભ કુમાર અને નવદીપ સૈનીને પણ જગ્યા મળી છે. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા પણ બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. 

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ કારણે તે ભારત પરત ફર્યો છે. રોહિતને પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. પરંતુ ભારતીય કેપ્ટન બીજી ટેસ્ટમાં વાપસી કરશે કે નહીં તેની કોઈ જાણકારી સામે આવી નથી. ભારતીય પસંદગી સમિતિએ અભિમન્યુ ઈશ્વરનને તેના સ્થાને પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં  સામેલ કર્યો છે. 

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સુધી ફિટ થયા નથી. આ કારણે બંને ટીમમાંથી બહાર થઈ ગયા છે. પસંદગીકારોએ મોહમ્મદ શમી અને જાડેજાના સ્થાને નવદીપ સૈની અને સૌરભ કુમારને સામેલ કર્યાં છે. તો જયદેવ ઉનડકટની પણ ટીમમાં 12 વર્ષ બાદ વાપસી થઈ છે. 

બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, કેએસ ભરત, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઈશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.

Rohit Sharma ruled out of 1st Test. KL Rahul to lead. Abhimanyu Easwaran named as replacement.

Mohd Shami & Ravindra Jadeja ruled out of Test series. Navdeep Saini and Saurabh Kumar replace them.

— BCCI (@BCCI) December 11, 2022

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ 14 ડિસેમ્બરથી શરૂ થશે. આ ટેસ્ટ સિરીઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news