T20 World Cup 2022: ટી20 વિશ્વકપ પહેલા મોટો અપસેટ, બદલાઈ શકે છે કાંગારૂ ટીમનો કેપ્ટન
વર્તમાન ટી20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પર બધાની નજર છે. આ વર્ષે ટી20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. આ વચ્ચે ચેમ્પિયન ટીમમાં મોટો ફેરફાર થઈ શકે છે અને ટી20 વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયાને નવો કેપ્ટન પણ મળી શકે છે.
નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, અને બધી ટીમો તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમમાંથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાને આ ટી20 વિશ્વકપમાં નવો કેપ્ટન મળી સકે છે. હકીકતમાં વર્તમાન કેપ્ટન આરોન ફિન્ચ ઈજાનો સામનો કરી રહ્યો છે અને જો તે વિશ્વકપ દરમિયાન ફિટ થશે નહીં તો ઓસ્ટ્રેલિયાની કમાન નવા ખેલાડીના હાથમાં હશે.
સિડની મોર્નિંગ હેરાલ્ડ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટર મેથ્યૂ વેડને બેક-અપ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. જે છેલ્લા કેટલાક સમયથી ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયન ટીમ માટે મેચ વિનર બનીને ઉભર્યો છે. ખાસ વાત છે કે મેથ્યૂ વેડ આ સમયે ઓસ્ટ્રેલિયાના વાર્ષિક કોન્ટ્રાક્ટનો ભાગ નથી. તેવામાં તે ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન સંભાળશે તો તે શાનદાર હશે.
મેથ્યૂ વેડે આ પહેલા વર્ષ 2020માં એક ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળી હતી. ત્યારે ફિન્ચ ઈજાગ્રસ્ત થયો હતો અને ભારત વિરુદ્ધ રમી શક્યો નહીં, ત્યારે વેડને કમાન સોંપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ T20 Rankings માં નંબર-1ની નજીક પહોંચ્યો આ ખેલાડી, લોકો કહે છે 'ભારતનો એબીડિવિલિયર્સ'
નોંધનીય છે કે આરોન ફિન્સે હાલમાં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તેવામાં ઓસ્ટ્રેલિયન ટીમ વનડે ફોર્મેટ માટે નવો કેપ્ટન શોધી રહી છે. આ માટે ડેવિડ વોર્નરનું નામ પણ ચાલી રહ્યું છે પરંતુ વોર્નર પર કેપ્ટનશિપને લઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ લગાવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમઃ આરોન ફિન્ચ (કેપ્ટન), મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિશ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube