નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 અને એશિઝ સિરીઝ 2023 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ઈંગ્લેન્ડમાં ભારત વિરુદ્ધ જૂનમાં WTC ફાઇનલ રમવાની છે અને પછી પાંચ મેચોની એશિઝ સિરીઝ રમાશે. આ બંને ટૂર્નામેન્ટો માટે ટીમની જાહેરાત થઈ છે, જેમાં મિચેલ માર્શને જગ્યા મળી છે, જે ચાર વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 17 સભ્યોની ટીમની પસંદગી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિચેલ માર્શે છેલ્લા કેટલાક સમયમાં સતત ઈજાનો સામનો કર્યો છે, પરંતુ તેણે જેટલી પણ ફર્સ્ટ ક્લાસ મેચ કે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, તેમાં દમદાર પ્રદર્શન કર્યું છે. આ કારણે તેની પસંદગી કરવામાં આવી છે. નેશનલ સિલેક્ટરોને છેલ્લા બે વર્ષમાં સતત સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને  WTC ફાઇનલ માટે ટીમમાં જગ્યા આપી છે, જેમાં ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા સિવાય ઓપનિંગ બેટર માર્કસ હેરિસ સામેલ છે. 


આ પણ વાંચોઃ Indiam Premier League: IPLનો સૌથી ખતરનાક બેટ્સમેન : 100 બોલમાં બનાવ્યા છે 217 રન


4 ફાસ્ટ બોલર સામેલ
ઓસ્ટ્રેલિયાની આ ટીમમાં ઈંગ્લેન્ડની પરિસ્થિતિને જોતા ચાર ફાસ્ટ બોલરોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં કેપ્ટન પેટ કમિન્સ સિવાય મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને સ્કોટ બોલેન્ડનું નામ છે. આ સિવાય ઓલરાઉન્ડર્સના રૂપમાં કેમરૂન ગ્રીન અને મિચેલ માર્શ છે. તો નાથન લિયોન અને ટોડ મર્ફીના રૂપમાં બે સ્પિનર પણ ટીમમાં સામેલ થયા છે. 


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને એશિઝ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્કોટ બોલેન્ડ અને મિચેલ સ્ટાર્ક.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube