Indiam Premier League: IPLનો સૌથી ખતરનાક બેટ્સમેન : 100 બોલમાં બનાવ્યા છે 217 રન

IPL 2023 માં, ઘણા ખેલાડીઓ માત્ર સારું પ્રદર્શન જ નથી કરી રહ્યા, પરંતુ તેઓ મોટા શોટ પણ ફટકારી રહ્યા છે. સૌથી ઝડપી રન બનાવવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ટોપ પર છે. ટી20 કરિયરની વાત કરીએ તો આ ખેલાડીએ 350થી વધુ સિક્સર ફટકારી છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેન પણ પાછળ નથી.
Indiam Premier League: IPLનો સૌથી ખતરનાક બેટ્સમેન : 100 બોલમાં બનાવ્યા છે 217 રન

Nicholas Pooran Best Striker In IPL 2023: IPL 2023 માં, ઘણા ખેલાડીઓ માત્ર સારું પ્રદર્શન જ નથી કરી રહ્યા, પરંતુ તેઓ મોટા શોટ પણ ફટકારી રહ્યા છે. સૌથી ઝડપી રન બનાવવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ટોપ પર છે. ટી20 કરિયરની વાત કરીએ તો આ ખેલાડીએ 350થી વધુ સિક્સર ફટકારી છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેન પણ પાછળ નથી.

IPL 2023માં દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ ઉતરી રહ્યા છે. T20 લીગની 16મી સીઝનની વાત કરીએ તો અત્યાર સુધીમાં 24 મેચ રમાઈ છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 5માંથી 4 મેચ જીતી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે ટોપ પર છે. કેએલ રાહુલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ 6 પોઈન્ટ સાથે બીજા અને એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

કેએલ રાહુલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સની આ બીજી સિઝન છે. ગત સિઝનમાં ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. વર્તમાન સિઝનમાં ટીમનો બેટ્સમેન નિકોલસ પૂરન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે અત્યાર સુધી 65 બોલમાં 141 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 217 છે. જેમાં 9 ફોર અને 14 સિક્સર ફટકારી છે. તેની એકંદર T20 કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 350 થી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેનાથી તેની આક્રમક બેટિંગનો અંદાજ આવી શકે છે.

વર્તમાન IPLમાં 50 થી વધુ બોલ રમનારા બેટ્સમેનોમાં 27 વર્ષીય વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન નિકોલસ પૂરનનો શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ છે. તેણે એકંદર T20ની 266 મેચોમાં 25ની એવરેજથી 5177 રન બનાવ્યા છે. એક સદી અને 28 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ 143 છે. તેણે 329 ચોગ્ગા પણ ફટકાર્યા છે. એટલે કે પુરણે ટી20માં ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકાર્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર નિકોલસ પૂરન પછી સ્ટ્રાઈક રેટના મામલે બીજા ક્રમે છે. તેણે અત્યાર સુધી 51 બોલમાં 101 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 198 છે. જેમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી છે. 68 રન સર્વોચ્ચ સ્કોર છે. આ પછી આરસીબીના બેટ્સમેન ગ્લેન મેક્સવેલ નંબર પર છે. તેણે અત્યાર સુધી 89 બોલનો સામનો કર્યો છે. 198ના સ્ટ્રાઈક રેટથી 176 રન બનાવ્યા છે. જેમાં 7 ફોર અને 19 સિક્સર ફટકારી છે. 76 રન સર્વોચ્ચ સ્કોર છે.

બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સના સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણેને લાંબા સમય બાદ તક મળી છે અને તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. તેણે અત્યાર સુધી 61 બોલમાં 129 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ 195 છે. 12 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સ રમી રહેલા શિમરોન હેટમાયરે 99 બોલમાં 185 સ્ટ્રાઈક રેટથી 183 રન બનાવ્યા છે. જેમાં 7 ફોર અને 15 સિક્સર ફટકારી છે.

IPL 2023માં સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેનોની વાત કરીએ તો ગ્લેન મેક્સવેલ નંબર-1 પર છે. તેણે 19 સિક્સર ફટકારી છે. આ સિવાય RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ 18 સિક્સર, શિમરોન હેટમાયર અને KKRના વેંકટેશ અય્યરે 15-15 અને CSKના ઋતુરાજ ગાયકવાડ અને નિકોલસ પૂરને 14 સિક્સર ફટકારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news