પૈસાની તંગીને કારણે Carpenter બનવા મજબૂર થયો આ ક્રિકેટર, AUSને અપાવી ચુક્યો છે વિશ્વકપ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિન બોલર જેવિયર ડોહર્ટીએ (Xavier Doherty) 75 આંતરરાષ્ટ્રીય મેચોમાં 72 વિકેટ પોતાના નામે કરી હતી. તે 2015માં વિશ્વ વિજેતા બનનારી ઓસ્ટ્રેલિયાની ટીમનો પણ સભ્ય હતો. 38 વર્ષીય સ્પિનરે 2017માં નિવૃતિ લીધી હતી.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જ્યારે પોતાના કરિયરના ટોપ મુકામ પર હોય છે તો તેમની પાસે દોલતનો વરસાદ થાય છે, પરંતુ નિવૃતિ બાદ જિંદગી પહેલા જેવી રહેતી નથી. ખેલાડીઓએ ગુજરાન ચલાવવા માટે બીજા કામ કરવા પડે છે. ઘણા ખેલાડીઓ નિવૃતિ બાદ આર્થિક તંગીનો શિકાર થાય છે, આવી એક ઘટના સામે આવી છે.
મુશ્કેલ બની જિંદગી
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર જેવિયર ડોહર્ટી (Xavier Doherty) એ વર્ષ 2017માં ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. નિવૃતિ બાદ તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. હવે તેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે કારપેન્ટરનું કામ કરવુ પડી રહ્યું છે.
કારપેન્ટર બન્યો ડોહર્ટી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન (Australian Cricketers' Association) એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જેવિયર ડોહર્ટી (Xavier Doherty) કારપેન્ટ્રીનું કામ શીખતો જોવા મળી રહ્યો છે.
જાણો કેમ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી ક્રિકેટ સલાહકાર સમિતિથી થયા નારાજ?
મળી આર્થિક મદદ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનરે કાર પેન્ટર બનવાનું કામ શીખ્યુ અને તેની તાલીમ પૂરી થવા આવી છે. ડોહર્ટી બોલ્યો- જ્યારે ક્રિકેટ પૂરુ થાય તો તમને ખ્યાલ હોય કે હવે પૈસા ક્યાંથી આવશે. મગજમાં વાચો ચાલતી હોય કે હવે શું થશે. જિંદગી કેવી રહેશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનની તેની મજજ કરી. આ સાથે તેને અભ્યાસ કરવા માટે પણ પૈસા મળ્યા. તેણે કહ્યુ કે, આર્થિક મદદ મળવાથી મારો ખરચો ઓછો થઈ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube