BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી ક્રિકેટ સલાહકાર સમિતિથી નારાજ, મહિલા ટીમના કોચ મુદ્દે થયો વિવાદ
Coach Controversy: ડબલ્યુવી રમનને કોચ પદે યથાવત નહીં રાખવાને લઇને સામે આવી દાદાની નારાજગી. ગાંગુલી રમનને કોચ પદે રિટેન કરવા માંગતા હતા.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ BCCI ના અધ્યક્ષ તરીકે કમાન સંભાળ્યા બાદ ઈન્ડિયન ક્રિકેટની વિવિધ કમિટીઓમાં નીચલા સ્તરે આંતરિક ખેંચતાણ વધી છે. આ સંજોગોમાં ક્રિકેટ સલાહકાર સમિતિથી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી નારાજ થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. અને તેનું ખાસ કારણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચને લઈને શરૂ થયેલો વિવાદ છે.
Story Of Pop Star: યુવાનીમાં થયો હતો રેપ, પ્રેગ્નેન્ટ થયા બાદ મહિનાઓ સુધી સ્ટુડિયોમાં કેદ
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women's cricket team) ના કોચ પદેથી ડબલ્યુવી રમન (WV Raman) ને રિટેન નહી કર્યા બાદ વિવાદ વકરવા લાગ્યો છે. પહેલા કોચ રમને પત્ર લખીને કેટલીક બાબતો પર BCCI નું ધ્યાન દોર્યું હતું, ત્યારબાદથી જ જાણે કે રમનને લઇને વિવાદ વર્તાવા લાગ્યો હતો. હવે BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પોતે જ કોચ પદે રમનને રિટેન નહી કરવાને લઇને નારાજ વર્તાઇ રહ્યા છે.
MS Dhoni ની Ex-Girlfriend લાગે છે એટલી Sexy કે ના પૂછો વાત, સોશલ મીડિયા પર Viral થયા Hot Photos
ક્રિકેટ સલાહકાર સમિતિથી દાદા નારાજઃ
બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચના રુપમાં રમનને રિટેન નહી કરવાને લઇને, આંતરિક રુપે આ મુદ્દાને ઉઠાવ્યો છે. ક્રિકેટ સલાહકાર સમિતિ એ કોચ પદે રમનને લઇને વિચાર શુદ્ધ કર્યો નહોતો. તેમના સ્થાને રમેશ પવારને કોચ તરીકે પસંદ કરી લેવામાં આવ્યા હતા. બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીએ જોકે પવારની પસંદગીને લઇને કંઇ કહ્યુ નથી, જોકે આ બાબતે તેમણે આશ્વર્ય જરુર દર્શાવ્યું હતું.
દાદા કરતા હતા રમનને સપોર્ટઃ
તેમણે આશ્વર્ય દર્શાવતા ગાંગુલીએ બતાવ્યું હતું કે, એક કોચ, જેણે ટીમને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચાડી હતી. તેમને પદ પર યથાવત નથી રાખવામાં આવ્યા. એ વાત પણ સામે આવી હતી કે, ટીમના કેટલાક વરિષ્ઠ સભ્યોને કથિત રીતે કોચ રમન સંદર્ભે ફરીયાદ કરી હતા.
Twitter ની મોટી જાહેરાત, હવે બ્લૂ ટિક માટે તમે પણ કરી શકો છો અરજી, Account Verification ની આ રહી પ્રોસેસ
રમને મહિલા ક્રિકેટ ટીમને બનાવી મજબૂતઃ
બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલી એક સમયે તેઓ પોતે પણ ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય હતા. તેમને લાગ્યુ હતું કે, ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન રમન સાથે રહેવાની જરુર હતી. રમનના કોચ રહેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2020 માં ઓસ્ટ્રેલીયામાં રમાયેલા T20 વિશ્વકપ ફાઇનલ માટે ક્વોલીફાઇ થઇ હતી.
મહિલા ખેલાડીઓના કોન્ટ્રાક્ટનો વિવાદ શરૂઃ
જોકે મહિલા ક્રિકેટ સાથે જોડાયેલ કેટલાંકનુ કહેવું છે કે, ગાંગુલીએ મદન લાલ, આરપી સિંહ, સુલક્ષણા નાઇકની સમિતિના નિર્ણયનું સન્માન કરવું જોઇએ. તો મહિલા ક્રિકેટ સાથે જોડાયેલ બીસીસીઆઇ સુત્રનું કહેવુ છે કે,
સલાહકાર સમિતિ એક સ્વતંત્ર બોડી છે તે ગાંગુલીને જાણ હોવી જોઇએ. આ દરમ્યાન હવે મહિલા ખેલાડીઓના કોન્ટ્રાક્ટને લઇ પણ વિવાદ શરુ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે