નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પોતાના ભારત પ્રવાસની શરૂઆત 24 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં ટી-20 મેચથી કરશે જે પહેલા બેંગલુરૂમાં રમાવાનો હતો. બેંગલુરૂ હવે 27 ફેબ્રુઆરીએ બીજા ટી20 આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરશે જે પહેલા વિશાખાપટ્ટનમમાં રમાવાનો હતો. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)એ સુરક્ષાના કારણોથી 24 ફેબ્રુઆરીના સિરીઝની પ્રથમ મેચની યજમાની કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘે બીસીસીઆઈને તારીખમાં ફેરફાર કરવાની વિનંતી કરી હતી, જેને પ્રશાસકોની સમિતિના સભ્ય વિનોદ રાય અને ડાયના એડુલ્જીએ માની લીધી છે. બેંગલુરૂમાં 24 ફેબ્રુઆરીએ 'એયરો ઈન્ડિયા શો'નું આયોજન થવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. 


આ કાર્યક્રમને કારણે પોલીસ અધિકારીઓએ કેએસસીએને સુરક્ષા આપવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. કેએસસીએએ બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને આ વિશે લખ્યું, જેણે સીઓએની પાસે મોકલી દીધું હતું. 


WI vs ENG: એન્ટીગા ટેસ્ટમાં રોચનો કમાલ, ત્રીજા દિવસે વિન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવ્યું 


સીઓએ પ્રમુખ રાયે પીટીઆઈને કહ્યું, આ એક વાસ્તવિક કારણ છે, જેથી કેએસસીએ નિર્ધારિત તારીખ (24 ફેબ્રુઆરી)નો મેચ આયોજીત ન કરી શકે. કાર્યવાહક સચિવે મને વિશાખાપટ્ટનમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચની સાથે તારીખોમાં ફેરફાર કરવાની વિનંતી મોકલી હતી, જેને મેં મંજૂરી આપી દીધી છે. 


ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ સપ્તાહના પ્રવાસ પર બે ટી20 આંતરરાષ્ટ્રીય અને પાંચ વનડે મેચ રમશે. વનડે મેચ હૈદરાબાદ (2 માર્ચ), નાગપુર (પાંચ માર્ચ), રાંચી (આઠ માર્ચ), મોહાલી (10 માર્ચ) અને નવી દિલ્હી (13 માર્ચ) રમાશે.