સિડનીઃ નવી જર્સી અને કોરોના કાળમાં નવા માહોલ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે તો શુક્રવારે પ્રથમ એક દિવસીય ક્રિકેટ મેચમાં તેને હિટમેન રોહિત શર્માની ખોટ પડશે. ઈજાગ્રસ્ત રોહિતની ગેરહાજરીમાં બેટિંગ ક્રમ પર અસર જરૂર પડશે. વિરાટ કોહલીની ટીમે છેલ્લે આંતરરાષ્ટ્રીય મેચ માર્ચની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારીને કારણે લાંબો સમય આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલી ટીમનો સામનો હવે ઓસ્ટ્રેલિયા જેવા ધુરંધર સામે છે જેને તેની ધરતી પર હરાવવી આસાન રહેશે નહીં. ભારતીય ટીમ 1992 વિશ્વકપની નેવી બ્લૂ જર્સીમાં જોવા મળશે. અંધવિશ્વાસોમાં માનનાર તેને સારો સંકેત નહીં કહેશે કારણ કે તે ટૂર્નામેન્ટોમાં ભારત નવ ટીમોમાં સાતમાં સ્થાને રહ્યું હતું. આમ તો ક્રિકેટમાં ભૂતકાળના પ્રદર્શનનું મહત્વ રહેતું નથી. ઓસ્ટ્રેલિયામાં ફોકસ તેના પર રહેશે કે રોહિતની ગેરહાજરીમાં ટીમ સંયોજન કઈ રીતે ફિટ બેસે છે. 


શિખર ધવનની સાથે મયંક અગ્રવાલ ઈનિંગની શરૂઆત કરશે કે શુભમન ગિલ, મિશેલ સ્ટાર્ક કે પેટ કમિન્સનો સામનો કરવો સરળ હશે નહીં. ભારતીય બેટ્સમેનોનો સામનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ આક્રમણ સામે થવાનો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની પાસે એડમ ઝામ્પાના રૂપમાં કુશલ સ્પિનર પણ છે. જેણે ઘણીવાર કોહલીને પરેશાન કર્યો છે. સ્ટીવ સ્મિથ, રન મશીન ડેવિડ વોર્નર અને ઉભરતો સિતારો માર્નસ લાબુશેનની હાજરીમાં ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવા માટે ભારતે શાનદાર પ્રદર્શન કરવું પડશે. 


ભારતીય ઇલેવનમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી બંન્ને સામેલ થઈ શકે છે કે ટીમ મેનેજમેન્ટ ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખી એક મેચમાં એકને ઉતારી શકે છે. તેવામાં શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીને તક મળી શકે છે. કેએલ રાહુલ માટે પણ આ પ્રવાસ અગ્નિપરીક્ષાથી ઓછો હશે નહીં. વાઇસ કેપ્ટન રાહુલ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં હતો. ખુદ રાહુલ માને છે કે ધોનીનું સ્થાન લેવુ કોઈ માટે સંભવ નથી પરંતુ રાંચીના તે રાજકુમારે વિકેટકીપિંગમાં એટલા ઉંચા માપદંડ સ્થાપિત કર્યા છે કે તેના પર પોતાને સાબિત કરવા મુશ્કેલ છે. 


NZ vs PAK: ન્યૂઝીલેન્ડ પહોંચેલી પાકિસ્તાન ટીમના છ સભ્યો કોરોના પોઝિટિવ


હાર્દિક પંડ્યા છઠ્ઠા કે સાતમાં નંબર પર આક્રમક બેટિંગ કરવામાં માહેર છે જેથી કોહલી બે સ્પિનર લઈને ઉતરી શકે છે. ચોથા નંબર પર શ્રેયસ અય્યરે પાછલા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ઓસ્ટ્રેલિયાને જરૂર પોતાના મધ્યમક્રમની ચિંતા હશે. તો ભુવનેશ્વર કુમાર જેવા ડેથ ઓવરોના નિષ્ણાંતની ગેરહાજરીમાં બુમરાહ પર વધારાનો દબાવ હશે. ત્રણ વનડે મેચ બાદ ત્રણ ટી20 મેચ રમાવાની છે. ટેસ્ટ સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થશે. 


ટીમો
ભારતઃ વિરાટ કોહલી, શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.


ઓસ્ટ્રેલિયાઃ આરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાને, ગ્લેન  મેક્સવેલ, માર્કસ સ્ટોયનિસ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, સીન એબોટ, એશ્ટોન અગર, કેમરન ગ્રીન, મોઇજેસ હેનરિક્સ, એન્ડ્રૂ ટાઈ, ડેનિયલ સેમ્સ, મેથ્યૂ વેડ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર