નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા  (India vs Australia) વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને નવી જર્સી  (Team India New Jersey) મળી ગઈ છે. ટીમના ઓપનર શિખર ધવને ટ્વિટર પર નવી જર્સીમાં તસવીર શેર કરી છે. તેણે લખ્યુ- નવી જર્સી, નવો ઉત્સાહ.. અમે તૈયાર. આ જર્સી 80ના દાયકા જેવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ આ જર્સીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉતરશે. ભારતીય ટીમની જર્સીનો રંગ નેવી બ્લૂ છે અને તેનું લોઅર પણ આ રંગનું હશે. ભારતીય ટીમ આ રંગની જર્સી 80ના દાયકામાં પહેરતી હતી. 1992 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા આ પ્રકારની જર્સીમાં જોવા મળી હતી. 


AUS vs IND: ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈશાંત અને રોહિત પ્રથમ બે ટેસ્ટમાંથી થયા બહાર

વનડે સિરીઝની વાત કરીએ તો પ્રથમ મેચ 27 નવેમ્બરે રમાશે. બીજી વનડે 29 નવેમ્બર અને ત્રીજી 2 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ 4 ડિસેમ્બરે પ્રથમ ટી20, 6 ડિસેમ્બરે બીજી અને 8 ડિસેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યારબાદ 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે. પ્રથમ ટેસ્ટ ડે-નાઇટ હશે જે એડિલેડમાં રમાશે. બીજી ટેસ્ટ 26 ડિસેમ્બર, ત્રીજી ટેસ્ટ 7 જાન્યુારી અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ શરૂ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર