સિડનીઃ સિડનીમાં આજથી શરૂ થયેલી ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેતેશ્વર પૂજારાની વધુ એક સદીની મદદથી પ્રથમ દિવસે 303-4 રન બનાવી લીધા છે. પૂજારા સિવાય મયંક અગ્રવાલે પણ 77 રનનું યોગદાન આપ્યું હતું. બીજા દિવસે ભારતીય ટીમની નજર 500થી વધુના સ્કોર પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો એક નજર કરીએ પ્રથમ દિવસના મુખ્ય આંકડા અને રેકોર્ડ પર


- વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 19000 રન પૂરા કર્યા છે. કોહલીએ માત્ર 399 ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો અને સચિન તેંડુલકર (432 ઈનિંગ)નો રેકોર્ડ તોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, કોહલીના નામે સૌથી ઝડપી 15000, 16000, 17000, 18000 અને 19000 હજાર રન બનાવવાનો રેકોર્ડ છે. 


- ચેતેશ્વર પૂજારાએ કરિયરની 18મી અને સિરીઝની ત્રીજી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં એક સિરીઝમાં ત્રણ સદી ફટકારનાર તે ત્રીજો ભરતીય બેટ્સમેન છે. આ પહેલા વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. 


- ઓસ્ટ્રેલિયામાં એક સિરીઝમાં 1000થી વધુ બોલ રમનાર માત્ર પાંચમો બેટ્સમેન બન્યો છે પૂજારા. તેના પહેલા આ રેકોર્ડ વિજય હજારે (1947/48), સુનીલ ગાવસ્કર (1977/78), રાહુલ દ્રવિડ (2003/04) અને વિરાટ કોહલી (2014/15)એ બનાવ્યો હતો. 



VIDEO: સિડનીમાં સદી સાથે પૂજારાએ ગાવસ્કર અને વિશ્વનાથને છોડ્યા પાછળ
 


- ચેતેશ્વર પૂજારાએ બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ત્રીજીવાર 400 રનનો આંકડો પાર કર્યો છે. આ સિરીઝ પહેલા પૂજારાએ 2012/13 અને 2016/17મા એક સિરીઝમાં 400થી વધુ રન બનાવ્યા હતા. પૂજારા સિવાય સચિન તેંડુલકર (1997-98, 2007-08 અને 2010-11) અને મેથ્યૂ હેડન (2000-01, 2003-04 અને 2007-08) બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ વખત ચારનોનો આંકડો પાર કર્યો હતો. 


- માત્ર બીજીવખત ઘટના બની કે ભારતીય ટેસ્ટ ટીમની અંતિમ ઇલેવનમાં ઇશાંત શર્મા અને અશ્વિન બંન્ને સામેલ નથી. આ પહેલા 2014મા સાઉથપટ્નમ ટેસ્ટમાં આમ બન્યું હતું. 


- પ્રથમવાર કર્ણાટકના બે બેટ્સમેનો (મયંક અગ્રવાલ અને રાહુલ)એ ભારત માટે ટેસ્ટમાં ઓપનિંગની જવાબદારી નિભાવી છે.