પર્થઃ પર્થમા રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 146 રને કારમો પરાજય આપીને ચાર મેચોની સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 326 અને બીજી ઈનિંગમાં 243 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 283 અને બીજી ઈનિંગમાં માત્ર 140 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો એક નજર કરીએ પાંચમાં દિવસના મહત્વના આંકડા પર


- વિકાટ કોહલીની આગેવાનીમાં ભારતે ભારતની બહાર પ્રથમ બોલિંગ કરતા એકપણ ટેસ્ટ જીતી નથી. 


- વિરાટની આગેવાનીમાં ભારત ચોથી ઈનિંગમાં 104 રનથી વધુનો લક્ષ્ય હાસિલ કરી શકી નથી. 


- વિરાટ કોહલીની આગેવાનીમાં લક્ષ્યનો પીછો કરતા ભારતની નવમી હાર છે અને આ મામલામાં નવાબ પટૌડીના ભારતીય રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 


- 2018મા ભારતની વિદેશોમાં આ સાતમી હાર છે અને આ એક રેકોર્ડ છે. પહેલાનો રેકોર્ડ 6 મેચનો હતો, જે ભારતે 2014મા બનાવ્યો હતો. 



INDvsAUS: અમે પિચ જોયા બાદ સ્પિન વિકલ્પ વિશે વિચાર ન કર્યોઃ વિરાટ કોહલી 
 


- 2018મા લક્ષ્યનો પીછો કરતા ભારતની છઠ્ઠી હાર છે અને આ મામલામાં આ એક વિશ્વ રેકોર્ડ છે. ભારત સિવાય કોઈપણ ટીમ લક્ષ્યનો પીછો કરતા એક વર્ષમાં ચારથી વધુ ટેસ્ટ હારી નથી. 


- ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 999મી જીત. તેમાં ઓસ્ટ્રેલિયાની 384 જીત ટેસ્ટમાં, 557 જીત વનડે આંતરરાષ્ટ્રીય અને 58 જી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં મેળવી છે. 



પર્થ: ઓસ્ટ્રેલિયાએ ભારતને 146 રનથી હરાવીને બીજી ટેસ્ટ જીતી


- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 96 ટેસ્ટ મેચોમાં ભારતની 42મી હાર. ભારતીય ટીમ ટેસ્ટમાં તેનાથી વધુ માત્ર ઈંગ્લેન્ડ  વિરુદ્ધ (47) છે. બીજી તરફ ભારતે 149માથી સૌથી વધુ ટેસ્ટ 27 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીતી છે.