બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયાએ  (pak vs aus)પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે પાકિસ્તાનને 240 રન પર ઓલઆઉટ કરીને પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પ્રથમ સત્રમાં પાકિસ્તાને વિના વિકેટે 57 રન બનાવ્યા હતા. ત્યારબાદના સત્રમાં મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સે પાકિસ્તાનની બેટિંગને વેરવિખેર કરી દીધી હતી. સ્ટાર્કે 52 રન આપીને ચાર વિકેટ ઝડપી જ્યારે કમિન્સને 3 અને હેઝલવુડને બે સફળતા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમયે પાકિસ્તાનનો સ્કોર વિના વિકેટે 75 રન હતો જે ચાર વિકેટ પર 78 અને 5 વિકેટ પર 94 રન થઈ ગયો હતો. પાકિસ્તાન માટે અસદ શફીકે 76 રન બનાવ્યા. તેણે મોહમ્મદ રિઝવાનની સાથે 49 રનની ભાગીદારી કરી જેણે 37 રન બનાવ્યા હતા. આ સિવાય યાસિર શાહ (26)ની સાથે 84 રન જોડ્યા હતા. પ્રથમ સત્રમાં પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી (28) અને શાહ મસૂદ (21)એ વિના વિકેટે 57 રન બનાવ્યા હતા. 


IND vs BAN: ઈડન ગાર્ડનમાં પિંક બોલ ટેસ્ટ, જાણો 10 મોટી વાતો


ત્યારબાદ તેણે આક્રમક શોટ રમવાનું શરુ કર્યું પરંતુ ઓસ્ટ્રેલિયાના બોલરોએ પેતાની લય હાસિલ કરીને પાકને બેકફુટ પર લાવી દીધું હતું. પહેલા મસૂદને કમિન્સે ઓફ સ્ટમ્પ બહાર જતા બોલ પર બીજી સ્લિપમાં સ્મિથના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ અઝહરને હેઝલવુડે આઉટ કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube