અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 33 રને હરાવી દીધુ છે. આ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની પાંચમી જીત છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 287 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં જોસ બટલરની ટીમ 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 64 અને ડેવિડ મલાને 50 રન ફટકાર્યા હતા, પરંતુ આ બંનેની અડધી સદી ટીમને જીત અપાવી શકી નહીં. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પાએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે સફળતા મેળવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 286 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સે 4 વિકેટ ઝડપી હતી. ઈનિંગ પૂરી થયા બાદ લાગ્યું કે 287 રનના લક્ષ્યને હાસિલ કરી ઈંગ્લિશ ટીમ આજે બીજી જીત પોતાના નામ કરી લેશે, પરંતુ તેના નામે ટૂર્નામેન્ટમાં છઠ્ઠી હાર આવી. 


ઈંગ્લેન્ડે શરૂઆતમાં ગુમાવી વિકેટ
રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડને ઈનિંગના પ્રથમ બોલ પર જોની બેયરસ્ટોના રૂપમાં ઝટકો લાગ્યો હતો. જેને મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. પછી પાંચમી ઓવરમાં સ્ટાર્કે જો રૂટને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


આ પણ વાંચોઃ CWC 2023: 2 જગ્યા, 4 ટીમ, જાણો કોની છે સેમીફાઈનલ માટે મજબૂત દાવેદારી, જાણો સમીકરણ


પરંતુ ત્રીજી વિકેટ માટે ઓપનર ડેવિડ મલાન અને સ્ટાર બેટર બેન સ્ટોક્સે 84 રનની ભાગીદારી કરી, જેને 23મી ઓવરમાં પેટ કમિન્સે મલાનને આઉટ કરી તોડી હતી. મલાને 4 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 50 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ 26મી ઓવરમાં કેપ્ટન જોસ બટલર માત્ર 1 રન બનાવી એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. 


ફરી મોઈન અલી અને બેન સ્ટોક્સે પાંચમી વિકેટ માટે 63 રનની ભાગીદારી થઈ, જેને 36મી ઓવરમાં ઝમ્પાપે સારી ઈનિંગ રમી રહેલા સ્ટોક્સને આઉટ કર્યો હતો. સ્ટોક્સે 2 ચોગ્ગા અને ત્રણ સિક્સની મદદથી 64 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે 169 રનના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી હતી.


પછી 37 ઓવરમાં લિયામ લિવિંગસ્ટોન 2 રન અને પછી 40મી ઓવરમાં 42 રન બનાવી મોઈન અલી આઉટ થયો હતો. 44મી ઓવરમાં ડેવિડ વિલી 15 રન પર, ક્રિસ વોક્સ 48મી ઓવરમાં 32 રન પર અને આદિલ રાશિદ 49મી ઓવરમાં 20 રન પર 10મી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube