AUS OPEN: કોન્તાવેત ક્વાર્ટરફાઇનલમાં પહોંચનારી ઇસ્ટોનિયાની પ્રથમ મહિલા, મુગુરૂજા પણ અંતિમ-8માં પહોંચી
મુગુરૂજાએ નેધરલેન્ડની કિકી બર્ટેન્સને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. તેણે આ મુકાબલો 6-3, 6-3થી પોતાના નામે કર્યો હતો. મુગુરુજા 3 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સોમવારે વિમેન્સ સિંગલ્સમાં ઇસ્ટોનિયાની એનેટ કોન્તાવેત, સોમાનિયાની સિમોના હાલેપ, સ્પેનની ગારબિન મુગુરૂજા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તો મેન્સ સિંગલ્સમાં ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમે અંતિમ-8માં પોતાની જગ્યા પાક્કી કરી છે. કોન્તાવેતે પોલેન્ડની ઇગા સ્વીતેકને 6-7(4) 7-5 7-5થી પરાજય આપ્યો હતો. તેણે આ મુકાબલો 2 કલાક 42 મિનિટમાં પોતાના નામે કર્યો હતો. આ જીતની સાથે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પોતાના દેશની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.
મુગુરૂજાએ નેધરલેન્ડની કિકી બર્ટેન્સને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. તેણે આ મુકાબલો 6-3, 6-3થી પોતાના નામે કર્યો હતો. મુગુરુજા 3 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. તે છેલ્લે 2017માં આ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી.
જાણો કોણ હતા કોબી બ્રાયન્ટ, જેમના મોતથી દુખી છે કેપ્ટન કોહલી
થિએમ 18 વર્ષમાં ક્વાર્ટરફાઇનલમાં પહોંચનાર પ્રથમ ઓસ્ટ્રિયાઈ
બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ડોમિનિક થિએમે ફ્રાન્સના જાએલ મોનફિલ્સને 6-2, 6-4, 6-4થી હરાવ્યો હતો. 18 વર્ષ બાદ કોઈ ઓસ્ટ્રિયાઈ ખેલાડી ક્વાર્ટરફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube