જાણો કોણ હતા કોબી બ્રાયન્ટ, જેમના મોતથી દુખી છે કેપ્ટન કોહલી
ક્યારેય હાર ન માનવાનું જનૂન, આકરી પ્રતિસ્પર્ધા અને ચોક્કસાઈને કારણે કોબે બ્રાયન્ટ એનબીએના દિગ્ગજ બન્યા અને તેઓ પોતાની પાછળ એક એવા વારસાને છોડી ગયા, જેણે નેશન બાસ્કેટબોલ લીગની નવી પેઢી અને વિશ્વ ભરના પ્રશંસકોને પ્રેરિત કર્યાં.
Trending Photos
વોશિંગટનઃ ક્યારેય હાર ન માનવાનું જનૂન, આકરી પ્રતિસ્પર્ધા અને ચોક્કસાઈને કારણે કોબે બ્રાયન્ટ એનબીએના દિગ્ગજ બન્યા અને તેઓ પોતાની પાછળ એક એવા વારસાને છોડી ગયા, જેણે નેશન બાસ્કેટબોલ લીગની નવી પેઢી અને વિશ્વ ભરના પ્રશંસકોને પ્રેરિત કર્યાં. બ્રાયન્ટનું રવિવારે 41 વર્ષની ઉંમરમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ લોસ એન્જિલિસ લેકર્સની સાથે 20 વર્ષ સુધી જોડાયેલા રહ્યાં આ દરમિયાન તેમની ટીમે પાંચ એનબીએ ટાઇટલ જીત્યા હતા.
કોબે બીન બ્રાન્યટ પૂર્વ એનબીએ ખેલાડી જો 'જેલીબીન' બ્રાયન્ટના પુત્ર હતા. તેમનો જન્મ 23 ઓગસ્ટ 1978માં ફિલાનેલ્ફિયામાં થયો હતો. બ્રાન્યને શાકિલ ઓ નીલની સાથે મળીને લેકર્સને 2000, 2001 અને 2002માં ટાઇટ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ રીતે તેઓ 23 વર્ષની ઉંમરમાં ત્રણ ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યા હતા. ત્યારબાદ ઓ નીલે બ્રાયન્ટની સાથે ઝગડાને કારણે લેકર્સને છોડી દીધી હતી.
બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ
તેનાથી બ્રાન્યટની રમત પણ પ્રભાવિત થઈ અને ત્યારબાદ સ્પેનના પાઉ ગૈલોસ આવવા સુધી તેની ટીમ કોઈ ટાઇટલ ન જીતી શકી. બ્રાયન્ટની આગેવાનીમાં લેકર્સે 2009 અને 2010માં ટાઇટલ જીત્યા. બાદમાં તેમનું ઓ નીલ સાથે સમાધાન થઈ ગયું હતું. બ્રાયન્ટની આગેવાનીમાં અમેરિકાની ઓલિમ્પિક ટીમે 2008 ઓલિમ્પિક અને 2012 લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેનાથી તેઓ વૈશ્વિક હસ્તિ બની ગયા હતા.
2006માં જાદૂઈ પ્રદર્શન
તેમણે ઘણા શાનદાર પ્રદર્શન કર્યાં પરંતુ 22 જાન્યુઆરી 2006ના ટોરેન્ટો રેપ્ટર્સ વિરુદ્ધ તેમના પ્રદર્શનને કોઈ ભૂલી ન શકે જેમાં તેમણે 81 પોઈન્ટ બનાવ્યા હતા. તેમનાથી વધુ માત્ર વિલ્ટ ચેમ્બરલેન (100 પોઈન્ટ)એ 1962માં બનાવ્યા હતા. એટલું જ નહીં 2016માં 37 વર્ષની ઉંમરમાં તેમણે એનબીએમાં પોતાની અંતિમ મેચમાં પણ ઉહાટ વિરુદ્ધ 60 પોઈન્ટ બનાવ્યા હતા. બ્રાયન્ટે કહ્યું હતું, ''હું આ રમતની દરેક વસ્તુને પસંદ કરુ છું. મારા માટે, આ જીવનનો ભાગ નથી, આ જીવન છે, અને તે મારો એક ભાગ છે.
18 વખત એનબીએ ઓલ સ્ટાર, એવોર્ડ વિનિંગ ફિલ્મ પણ લખી
પોતાના ચમકદાર કરિયરમાં બ્રાયન્ટે કુલ 33643 પોઈન્ટ બનાવ્યા. તેમની 18 વખત એનબીએ ઓલ સ્ટાર તરીકે પસંદગી થઈ હતી. બ્રાયન્ટની 2008માં એનબીએના સૌથી ઉપયોગી ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી. નિવૃતી લીધા બાદ બ્રાયન્ટે બાળકોની સાથે પુસ્તકો લખ્યા. 'ડિયર બાસ્કેટબોલ' ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેમણે લખી હતી. તેમને પાછલા વર્ષે એનીમેશન માટે સર્વશ્રેષ્ઠ લધુ ફિલ્મનો એકેડમી પુરસ્કાર મળ્યો હતો.
વિરાટે વ્યક્ત કર્યું દુખ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અભિનેતા વિન ડીઝલ, ડ્વેન જોનસન, રાયક જસ્ટિન બીબર સિવાય પ્રિયંકા ચોપડા, રણવીર સિંહ સહિતના ઘણા લોકોએ બ્રાયન્ટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
કોણ હતા કોબી બ્રાયન્ટ?
કોબી બ્રાયન્ટ એક અમેરિકન બાસ્કેટબોલર હતા.
કોબી બ્રાયન્ટનું મોત કઈ રીતે થયું?
કોબી બ્રાયન્ટનું મોત હેલિકોપ્ટન ર્કેશમાં 26 જાન્યુઆરી 2020ના થયું.
કોબી બ્રાયન્ટની પત્નીનું નામ શું છે?
કોહી બ્રાયન્ટની પત્નીનું નામ વેનેસા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે