મેલબોર્નઃ સેરેના વિલિયમ્સે (serena williams) 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલની પોતાની આશા સાથે ઓસ્ટ્રેલિયા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં (australian open) સોમવારે અહીં દમદાર શરૂઆત કરી જ્યારે પાછલા વર્ષની ચેમ્પિયન નાઓમી ઓસાકાએ પણ સીધા સેટોમાં જીતથી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. સેરેનાએ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી ફેલાયેલા ધુમાડાના ખતરા વચ્ચે શરૂ થયેલી ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં રૂસની એનસ્તાસિયા પોટાપોવા વિરુદ્ધ પ્રથમ સેટ 19 મિનિટમાં જીત્યો અને પછી માત્ર 58 મિનિટમાં 6-0, 6-3થી મેચ પોતાના નામે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસાકાએ પણ ચેક ગણરાજ્યની મૈરી બોજકોવાને 80 મિનિટમાં 6-2, 6-4થી હરાવી હતી. સેરેનાની મિત્ર કારોલિન વોજનિયાકી પણ સીધા સેટોમાં જીત મેળવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ડેનમાર્કની બેન વરિયતા ખેલાડીએ અમેરિકાની ક્રિસ્ટી એનને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો. પુરૂષ વર્ગમાં કેનેડાના યુવા સ્ટાર 13મી વરીયતા પ્રાપ્ત ડેનિસ શાપોવાલોવે પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. 


તેને હંગરીના માર્ટન ફુકસોવિક્સે 6-3, 6-7 (7/9), 6-1, 7-6 (7/3)થી પરાજય આપ્યો હતો. ઇટાલીના આઠમી વરીયતા પ્રાપ્ત માટિયો બેરેટિની અને આર્જેન્ટીનાના ગુઇડો પેલા પણ બીજા રાઉન્ડમાં પહોંચ્યા પરંતુ ક્રોએશિયાનો બોર્ના કોરિચની સફર પ્રથમ રાઉન્ડમાં સમાપ્ત થઈ ગઈ છે. બેરેટિનીએ ઓસ્ટ્રેલિયાના એન્ડ્રયૂ હેરિસને 6-3, 6-1, 6-3થી જ્યારે પેલાએ પણ સ્થાનીય ખેલાડી જોન પેટ્રિક સ્મિથને 6-3, 7-5, 6-4થી પરાજય આપ્યો હતો. 


પરીક્ષા પે ચર્ચાઃ તણાવ કેવી રીતે દૂર કરવો? પીએમ મોદીને યાદ આવ્યા દ્રવિડ, લક્ષ્મણ અને કુંબલે 


મહિલા વર્ગના પ્રથમ રાઉન્ડમાં સીડ ખેલાડીઓએ આસાન જીત મેળવી હતી. અમેરિકાની 14મી સીડ સોફિયા કેનિને ઇટાલીની માર્ટિના ટ્રેવિસાનને 6-2, 6-4થી, ક્રોએશિયાની 13મી સીડ પેટ્રા માર્ટિચે અમેરિકાની ક્રિસ્ટીના મૈકહાલેને 6-3, 6-0થી અને રૂસની ઇકટેરિના અલેક્સાંદ્રોવાએ સ્વિત્ઝર્લેન્ડની જીલ ટીચમેનને 6-4, 4-6, 6-2થી હરાવી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર