રાંચીઃ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહેલા ત્રીજા વનડે મેચમાં ભારતની સામે 314 રનનો પડકાર રાખ્યો છે. હવે ભારતે જીતવા માટે 314 રન બનાવવાના છે. અહીં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મહેમાન ટીમે નિર્ધારિત 50 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 313 રન બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ વાત તે છે કે ઓસ્ટ્રેલિયાની ટીમે આ મેચમાં પોતાનો જૂનો રેકોર્ડ તોડી દીધો છે. નોંધનીય છે કે રાંચીના આ મેદાન પર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ 23 ઓક્ટોબર 2013ના એક વનડે મેચ રમી હતી. જેમાં કાંગારૂ ટીમે 8 વિકેટના નુકસાન પર 295 રન બનાવ્યા હતા. ભારતે જીતવા માટે 296 રનનો લક્ષ્ય હાસિલ કરવાનો હતો. પરંતુ વરસાદને કારણે આ મેચ રદ્દ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 4.1 ઓવરમાં 27 રન બનાવ્યા હતા. 



Video: મહિલા દિવસ પર પોતાના માતા અને પત્ની માટે કુક બન્યો સચિન તેંડુલકર 


તો શ્રીલંકા વિરુદ્ધ ભારતે  આ મેદાન પર 16 નવેમ્બર 2014ના રમાયેલી વનડેમાં સાત વિકેટ ગુમાવીને 288 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ મેચમાં શ્રીલંકાનો 2 રને પરાજય થયો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે 26 ઓક્ટોબર 2016ના સાત વિકેટના નુકસાન પર 260 રન બનાવ્યા હતા. જેના વિરુદ્ધ ભારતીય ટીમ 241 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર