ટૂંક સમયમાં માર્કેટમાં આવશે આ બે દિગ્ગજ ક્રિકેટરોની આત્મકથા
લક્ષ્મણની આત્મકથા નવેમ્બર અને વોર્નની આત્મકથા ઓક્ટોબરમાં બજારમાં આવશે.
નવી દિલ્હીઃ પોતાના કલાત્મક બેટિંગ માટે પ્રખ્યાત રહેલા પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પોતાની આત્મકથા લખી છે જે 20 નવેમ્બરે તેમના પ્રશંસકો માટે ઉપલબ્ધ થશે. વેસ્ટલેન્ડ પબ્લિકેશને આજે પૂર્વ ભારતીય ક્રિકેટરની આત્મકથાના લોકાર્પણનીજ જાહેરાત કરી જેનું નામ '281 એન્ડ બિયોન્ડ' છે.
આ હેડિંગ હૈજરાબાદના દિગ્ગજ બેટ્સમેન લક્ષ્મણની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈડન ગાર્ડનમાં 2001માં 281 રનની ઈનિંગથી પ્રેરિત છે જેને કારણે ભારતે ટેસ્ટમાં ફોલોઓન રમ્યા છતા જીત મેળવી હતી.
શેન વોર્નની આત્મકથા 'નો સ્પિન' ઓક્ટોબરમાં થશે પ્રકાશિત
મહાન સ્પિનર શેન વોર્ન પોતાના ક્રિકેટ કેરિયર અને વ્યક્તિગત જિંદગીના કેટલાક અજાણ્યા કિસ્તાઓને પોતાની આત્મકથા નો સ્પિનના માધ્યમથી જાહેર કરશે જે આ વર્ષે ઓક્ટોબરમાં પ્રકાશિત થશે.
ઇબરી પ્રેસે આજે જાહેરાત કરી કે શેન વોર્નની આત્મકથા 'નો સ્પિન'ને વૈશ્વિક સ્તર પર ચાર ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે.
ઇબરીના ઉપ પ્રકાશક એંડ્રયૂ ગુડફેલ્લોએ કહ્યું કે 'નો સ્પિન'માં વોર્નની સાચી વાતો છે જે સમાચારોના શિર્ષકોની પાછળની સાચી કહાની અને તેની સાથે જોડાયેલા માન્યતા અને જૂઠને પડકાર આપશે. તેમણે કહ્યું કે, બેબાક અને દમદાર રીતે કહેવાયેલી વાતોને કારણે આ સૌથી શાનદાર રમત આત્મકથાઓમાંથી એક હશે.
આવું રહ્યું વોર્નનું કેરિયર
મહત્વનું છે કે વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે વિશ્વનો બીજો બોલર છે. તેણે 145 ટેસ્ટ મેચમાં 708 વિકેટ ઝડપી હતી. જેમાં 37 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ અને 10 વખત મેચમાં 10થી વધુ વિકેટ સામેલ છે. તેનાથી અંદાજ લગાવી શકાય કે, વોર્ન કેટલો ઘાતક બોલર હતો. તેણે 194 વનડે મેચમાં 293 વિકેટ ઝડપી હતી.