Virat Kohli-Babar Azam: શું બાબર આઝમ અને વિરાટ કોહલી એક ટીમમાંથી જ રમશે? ACC બનાવી રહ્યું છે મોટો પ્લાન
ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વાર આફ્રો-એશિયા કપનું આયોજન થયું છે. વર્ષ 2005માં ત્રણ મેચોની વનડે સીરિઝ રમાઈ હતી, જ્યારે 2007માં થયેલી ટૂર્નામેન્ટમાં ત્રણ વનડે સિવાય એક ટી20 મેચ પણ રમાઈ હતી. જ્યાં પહેલી સીઝન 1-1ની બરાબરી પર રહી હતી. જ્યારે બીજી સીઝનમાં એશિયન ઈલેવને ચારેય મેચ જીતી લીધી હતી.
નવી દિલ્હી: ભારત- પાકિસ્તાનની મેચ હોય ત્યારે બન્ને દેશોમાં જબરો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના ખેલાડી આગામી વર્ષ એક ટીમ માટે રમતા જોવા મળી શકે છે. સાંભળીને નવાઈ લાગી... પરંતુ હકીકત છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) આફ્રો-એશિયાને ફરીથી શરૂ કરવા માંગે છે અને 2023માં તેણે આયોજિત કરવાનો પ્લાન બનાવી રહી છે. જો બધુ બરાબર રહ્યું તો ભારત અને પકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના ખેલાડી એશિયન ઈલેવન માટે રમતા જોવા મળશે.
2005માં થઈ હતી પહેલી સીઝન
ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વાર આફ્રો-એશિયા કપનું આયોજન થયું છે. વર્ષ 2005માં ત્રણ મેચોની વનડે સીરિઝ રમાઈ હતી, જ્યારે 2007માં થયેલી ટૂર્નામેન્ટમાં ત્રણ વનડે સિવાય એક ટી20 મેચ પણ રમાઈ હતી. જ્યાં પહેલી સીઝન 1-1ની બરાબરી પર રહી હતી. જ્યારે બીજી સીઝનમાં એશિયન ઈલેવને ચારેય મેચ જીતી લીધી હતી.
આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી: ટીમ ઈન્ડિયામાં નહીં રમી શકે છે આ 2 ધાકડ ખેલાડી
એસીસી કરી રહી છે પુરી તૈયારી...
એસીસીના કોમોર્શિયલ એન્ડ ઈવેન્ટ્સના પ્રમુખ પ્રભાકરન થનરાજે જણાવ્યું છે કે, અમે અત્યાર સુધી ક્રિકેટ બોર્ડસ પાસેથી સ્પષ્ટતા મળી નહોતી. અમે હજુ પણ શ્વેત પત્ર પર કામ કરી રહ્યા છીએ અને બન્ને બોર્ડને સોંપી દેવામાં આવશે. પરંતુ અમારી યોજના એશિયન ઈલેવનમાં ભારત અને પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને સામેલ કરવાની છે. યોજનાને અંતિમ રૂપ આપ્યા પછી અમે જાહેરાત અને બ્રોડકાસ્ટર માટે બજારમાં જઈશું.
મુખ્ય કાર્યકારી સમિતામાં સામેલ દામોદરે જણાવ્યું, 'મને આ અંતર ઓછું કરવા અને ખેલાડીઓને સાથે રમતા જોવાનું ગમશે. મને ખાતરી છે કે ખેલાડીઓ પણ એવું ઈચ્છે છે. રાજકારણને તેનાથી દૂર રાખો. પાકિસ્તાન અને ભારતના ખેલાડીઓને એક જ ટીમમાં જોવું ખૂબ જ સુંદર બાબત હશે.
ટી20 વર્લ્ડકપમાં આમને સામને હશે ભારત-પાકિસ્તાન
ખરાબ રાજદ્વારી સંબંધોને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરિઝનું આયોજન હજુ શક્ય બની રહ્યું નથી. છેલ્લી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ 2012-13માં થઈ હતી, જ્યારે પાકિસ્તાને ત્રણ ODI અને બે T20I માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. જ્યારે પાકિસ્તાનની ટીમે વનડે સીરિઝ 2-1થી જીતી હતી, જ્યારે T20 સીરિઝ 1-1થી બરાબર થઈ હતી. T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર સામસામે ટકરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube