Fifa World Cup 2022: નો સેક્સ, નો દારૂ... મસ્તીખોરોને 7 વર્ષની જેલ, કતારમાં ઇસ્લામિક નિયમોથી રમાશે ફુટબોલ વિશ્વકપ
World Cup sex ban: આ વર્ષના અંતમાં રૂઢિવાદી દેશ કતારમાં રમાનાર ફીફા વિશ્વકપ દરમિયાન સેક્સ પ્રતિબંધ પ્રભાવી રૂપથી લાગૂ છે, જ્યાં પતિ કે પત્ની સિવાય કોઈની સાથે મસ્તી કરવા પર સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.
Trending Photos
કતારઃ આ વર્ષે નવેમ્બરમાં ફીફા ફુટબોલ વિશ્વકપ રમાવાનો છે, જેની યજમાની કતાર કરશે. ખાડી દેશમાં ફીફા વિશ્વકપને લઈને અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યાં છે. ફુટબોલના ફેન્સને મસ્તીખોર માનવામાં આવે છે, જે દુનિયાના ગમે તે ખુણામાં મોંઘામાં મોંઘી ટિકિટ ખરીદીને રમત અને જિંદગી એન્જોય કરવા પહોંચી જાય છે. તેવામાં તેની મસ્તીમાં કતર સરકાર ખલેલ પાડી રહી છે. ન તો અહીં દારૂ મળશે અને ન સેક્સ.
વન-નાઇટ સ્ટેન્ડ બેન
ફુટબોલ ફેન્સને ખુલી ચેતવણી આપવામાં આવી છે કે આ વર્ષે વિશ્વકપમાં વન-નાઇટ સ્ટેન્ડ તમને સાત વર્ષ જેલમાં ધકેલી શકે છે. પોલીસના એક સૂત્રએ ડેલી સ્ટારને જણાવ્યું કે જ્યાં સુધી તમે પતિ-પત્નીના રૂપમાં નથી આવી રહ્યાં ત્યાં સુધી સેક્સ તમારા માટે દૂર સુધી સંભવ નથી. આ ટૂર્નામેન્ટમાં ચોક્કસ પણે કોઈ વન-નાઇટ સ્ટેન્ડ નહીં હોય. કોઈ પાર્ટી થશે નહીં. આ વર્ષે વિશ્વકપમાં પ્રથમવાર ફરજીયાત પણે સેક્સ પ્રતિબંધિત છે.
જાહેરમાં નહીં કરી શકો રોમાન્સ
કતારમાં લગ્ન બહાર સેક્સ અને સમલૈંગિકતા ગેરકાયદેસર છે. પહેલાથી અલગ-અલગ અટકવાળા ફેન્સને હોટલનો રૂમ પણ મળી રહ્યો નથી. મેચ બાદ દારૂ અને પાર્ટી વિશ્વકપની સંસ્કૃતિ છે. કતરમાં ફીફા 2022 વિશ્વકપના મુખ્ય કાર્યકારી અધિકારી નાસિર અલ-ખતરે કહ્યુ- અમારા માટે દરેક એક ફેનની સિક્યોરિટી મહત્વની છે. જાહેરમાં તો પતિ-પત્ની પણ કોઈ પ્રકારના પ્રેમને વ્યક્ત કરી શકે નહીં, કારણ કે આ અમારી સંસ્કૃતિનો ભાગ નથી. કતાર એક રૂઢિવાદી દેશ છે અને જો તમે અહીં રહો તો નિયમોનું પાલન કરવું પડશે.
દારૂ અને સમલૈંગિક ધ્વજ પણ બેન!
કતાર ફુટબોલ સંઘના મહાસચિવ મંસૂર અલ અંસારીએ કહ્યુ કે, ટૂર્નામેન્ટ દરમિયાન અંદ્રધનુષી ઝંડા પર પણ પ્રતિબંધ લગાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું- તમે એલજીબીટી વિશે પોતાના વિચાર પ્રદર્શિત કરવા ઈચ્છો છો તો એવા સમાજમાં પ્રદર્શિત કરો જ્યાં તેનો સ્વીકાર હોય. કતારમાં તેનું કોઈ સ્થાન નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે