વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી બાબર આઝમ બન્યો એશિયન કિંગ
કોહલીએ આ રેકોર્ડ 232 ઈનિંગમાં બનાવ્યો હતો, પરંતુ બાબરે તેનાથી ચાર ઈનિંગ પહેલા આ સિદ્ધિ મેળવી છે. બાબરે પોતાની 228મી ઈનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરી લીધા છે.
નવી દિલ્હીઃ શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરી લીધા છે. તે આ મુકામ પર પહોંચનાર સૌથી ઝડપી એશિયન ખેલાડી બની ગયો છે. તેણે ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. કોહલીએ આ રેકોર્ડ 232 ઈનિંગમાં બનાવ્યો હતો, પરંતુ બાબરે માત્ર 228 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. વાત વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર ખેલાડીઓની કરીએ તો બાબર 5માં નંબર પર છે. તેનાથી ઉપર સર વિવ રિચર્ડ્સ, હાશિમ અમલા, બ્રાયન લારા અને જો રૂટ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 10 હજાર રન બનાવનાર બેટર
206 - સર વિવ રિચાર્ડ્સ
217 - હાશિમ અમલા
220 - બ્રાયન લાર્સ
222 - જૉ રૂટ
228 - બાબર આઝમ*
આ પણ વાંચોઃ પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, ચીની ખેલાડીને પછાડી સિંગાપુર ઓપનનો ખિતાબ જીત્યો
સૌથી ઓછી ઈનિંગમાં 10 હજાર રન બનાવનાર એશિયન બેટર
228 - બાબર આઝમ*
232 - વિરાટ કોહલી
243 - સુનીલ ગાવસ્કર
248 - જાવેદ મિયાંદાદ
253 - સૌરવ ગાંગુલી
મેચની વાત કરીએ તો પાકિસ્તાન મુશ્કેલમાં છે. શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 222 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 172 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે. પાકિસ્તાન હજુ પણ યજમાન શ્રીલંકાના સ્કોરથી 50 રન પાછળ છે. બાબર આઝમ સંઘર્ષપૂર્ણ બેટિંગ કરી 78 રન બનાવી રમી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube