PV Sindhu Wins Singapore Open 2022: પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, ચીની ખેલાડીને પછાડી સિંગાપુર ઓપનનો ખિતાબ જીત્યો
PV Sindhu, Singapore Open 2022: સિંગાપુર ઓપન 2022માં ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ધમાલ મચાવતા ખિતાબ પોતાના નામે કર્યો છે. બેવાર ઓલિમ્પિક પદ વિજેતા રહેલી પીવી સિંધુએ ફાઈનલમાં ચીનની ખેલાડી ઝી યી વાંગને 21-9, 11-21- 21-15 થી હરાવી દીધી.
Trending Photos
PV Sindhu, Singapore Open 2022: સિંગાપુર ઓપન 2022માં ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ધમાલ મચાવતા ખિતાબ પોતાના નામે કર્યો છે. બેવાર ઓલિમ્પિક પદ વિજેતા રહેલી પીવી સિંધુએ ફાઈનલમાં ચીનની ખેલાડી ઝી યી વાંગને 21-9, 11-21- 21-15 થી હરાવી દીધી. સિંધુએ આ સીઝનનો પોતાનો ત્રીજો ખિતાબ જીત્યો. જ્યારે સિંગાપુર ઓપનમાં પહેલીવાર ખિતાબી જીત મેળવી. આ સાથે જ સિંધુ બેડમિન્ટન સુપર 500 ટુર્નામેન્ટનો ખિતાબ જીતવામાં પણ સફળ રહી. અત્રે જણાવવાનું કે હવે સિંધુ બર્મિંઘમમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે.
સિંધુએ મહત્વપૂર્ણ પળોમાં ધૈર્ય જાળવી રાખીને રોમાંચક મુકાબલામાં એશિયાઈ ચેમ્પિયનશીપની હાલની ચેમ્પીયન ચીનની 22 વર્ષની ખેલાડીને હરાવી ખિતાબ જીત્યો. આ પહેલા સિંધુ સીઝનની સૈયદ મોદી અને સ્વિસ ઓપન ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. સિંધુ ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે. આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે.
Shuttler PV Sindhu wins her maiden Singapore Open title by defeating China's Wang Zhi Yi
(file pic) pic.twitter.com/I74tU8Yoc2
— ANI (@ANI) July 17, 2022
આ અગાઉ દુનિયાની નંબર 7 બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સેમીફાઈનલમાં જાપાનની સાઈના કાવાકામીને સીધા સેટોમાં હરાવી દીધી હતી. સિંધુએ સેમીફાઈનલમાં 21-15, 21-7ના અંતરથી સરળતાથી મેચ જીતી હતી. જાપાની સ્ટાર કાવાકામી એક વખત પણ સિંધુ પર હાવી થતી જોવા મળી નહતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે