નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બાબર આઝમને ટી20 વિશ્વકપ 2021માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ ન કરવા પર નાખુશી વ્યક્ત કરી છે. રવિવારે ટી20 વિશ્વકપ 2021ની ફાઇનલ બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

46 વર્ષીય આ પૂર્વ ખેલાડીએ ટ્વિટર પર લખ્યુ કે, તેને આશા હતી કે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને આ પુરસ્કાર આપવાની જરૂર હતી. અખ્તરે તેની પાછળ તર્ક આપ્યો કે બાબર આઝમ આ વિશ્વકપમાં શાનદાર ફોર્મમાં હતો. તેનો કહેવાનો અર્થ છે કે ડેવિડ વોર્નરને આ સન્માન આપવું યોગ્ય નથી. 


આઈસીસી ઇવેન્ટમાં પોતાની આગેવાની અને બેટિંગ માટે બાબર આઝમની ચારેતરફ પ્રશંસા થઈ હતી. આઝમે છ મેચોમાં 303 રન બનાવ્યા. પાકિસ્તાની કેપ્ટન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો છે. આઝમે ટી20 વિશ્વકપમાં ચાર અડધી સદી ફટકારી હતી. 


T20 WC: ICC જાહેર કરી 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ', બાબર આઝમ કેપ્ટન, જાણો કોણ કરશે ઓપનિંગ


ઓસ્ટ્રેલિયાએ રવિવારે રમાયેલા મુકાબલામાં કીવી ટીમ પર 8 વિકેટે જીત હાસિલ કરી હતી. આ કાંગારૂ ટીમની ટી20 વિશ્વકપમાં પ્રથમ જીત હતી. ન્યૂઝીલેન્ડે કેપ્ટન કેન વિલિયમસનના 85 રનની મદદથી 172 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડે 16 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. 


ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય આસાનીથી હાસિલ કરી લીધો હતો. મિશેલ માર્શે અણનમ 77 રન બનાવ્યા હતા. તો ડેવિડ વોર્નરે 53 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ સાત બોક બાકી રહેતા મેચ પોતાના નામે કરી લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube