વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાંથી બહાર થતા જ પાકિસ્તાન ક્રિકેટમાં બબાલ, બાબર આઝમે સુકાની પદ છોડ્યું
વર્લ્ડ કપ 2023માં શરમજનક પ્રદર્શનની જવાબદારી લેતા બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના દરેક ફોર્મેટની કેપ્ટનશીપથી રાજીનામું આપીદીધુ છે. બાબરે પોતાની કેપ્ટનશીપમાં ટીમને નંબર વન રેકિંગ સુધી પહોંચાડી હતી. 29 વર્ષના બાબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી.
બાબર આઝમે લખ્યું કે આજે હું તમામ ફોર્મેટમાં પાકિસ્તાનના કેપ્ટનનું પદ છોડી રહ્યો છું. આ એક કપરો નિર્ણય છે. પરંતુ મને લાગે છે કે આ નિર્ણયનો યોગ્ય સમય છે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાની મીડિયામાં સતત બાબર આઝમ વિરુદ્ધ માહોલ બનાવવામાં આવી રહ્યો હતો. બાબરની પર્સનલ ચેટ સુદ્ધા નેશનલ ટીવી પર લીક કરી દેવાઈ હતી.