શિયાનઃ ભારતે પુરૂષોની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં પોતાના અભિયાનનો પ્રારંભ જીતની સાથે કર્યો જ્યારે બજરંગ પૂનિયા અને પ્રવીણ રાણા એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં પોત-પોતાના વર્ગના ફાઇનલમાં પહોંચી ગયા છે. વિશ્વનો નંબર-1 રેસલર બજરંગે ઉઝ્બેકિસ્તાનના સિરોજિદિન ખાસાનોવને 12-1થી પરાજય આપ્યો હતો. હવે તે 65 કિલોવર્ગના ફાઇનલમાં કઝાકિસ્તાનના સાયાતબેક ઓકાસોવ સામે ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા તેણે ઈરાનના પેમૈન બિયાબાની અને શ્રીલંકાના ચાર્લ્સ ફર્નને પરાજય આપ્યોહતો. રાણાએ 79 કિલો વર્ગમાં કઝાકિસ્તાનના કેજી ઉસેરબાયેવને 3-2થી હરાવ્યો હતો. હવે તે ઈરાનના બહમાન તૈમૂરી વિરુદ્ધ ઉતરશે. આ પહેલા તેણે જાપાનના યૂતા એબે અને મંગોલિનયાના ટગ્સ અર્ડેન ડીને પરાજય આપ્યો હતો. 


IPL 2019: હૈદરાબાદને લાગ્યો ઝટકો, આ ખેલાડી દાદીના નિધન બાદ પરત ફર્યો સ્વદેશ


તો 57 કિલો વર્ગમાં રવિ કુમાર બ્રોન્ઝ મેડલ પ્લેઓફમાં પહોંચી ગયો જેણે રેપેચેઝમાં તાઈપેના ચિયા સો લિયુને હરાવ્યો હતો. હવે તે જાપાનના યુકી તાકાહાશી સામે રમશે. સત્યવ્રત કાદિયાને પણ 97 કિલોવર્ગમાં બ્રોન્ઝ મેડલના મુકાબલામાં પ્રવેશ કરી લીધો છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં બતજુલ ઉલજિસાઇખાનને પરાજય આપ્યો પરંતુ મંગોલિયાના આ રેસલરે ફાઇનલમાં પહોંચવાથી સત્યવ્રતે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં જગ્યા બનાવી લીધી હતી. રજની 70 કિલો વર્ગમાં હારીને બહાર થઈ ગયો હતો.