ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના શાકિબ અલ-હસન ઈજાના કારણે ત્રણ મહિના માટે ક્રિકેટમાંથી બહાર થઈ ગયો છે. વેબસાઇટ ઈએસપીએનના રિપોર્ટ અનુસાર, તેની આંગળીમાં ઈજા થઈ છે અને સંક્રમણ વધી જવાને કારણે તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ ઈજાને કારણે એશિયા કપ છોડીને સ્વદેશ પરત ફર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરોનું કહેવું છે કે શાકિબને સર્જરી માટે ત્રણ સપ્તાહ રહેવું પડશે અને આ કારણ ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. 


પ્રોથમ આલોને આપેલા નિવેદનમાં શાકિબે કહ્યું, હું જ્યારે હોસ્પિટલ પહોંચ્યો, મને ડોક્ટરોએ કહ્યું કે, આંગળીની પસીને ઝડપથી બહાર કરવી પડશે. તેના કારણે સંક્રમણ મારા કાંડા સુધી પહોંચી ગયું હતું. થોડા દિવસ રાહ જોઈ હોત તો મારૂ કાંડુ ખરાબ થઈ જાત. 



શાકિબે કહ્યું, પસી કાઢ્યા બાદ રાહત થઈ છે પરંતુ મોટું કારણ છે કે સંક્રમણ કાઢ્યા વગર ઓપરેશન ન થઈ શકે અને તેમાં બેથી ત્રણ સપ્તાહનો સમય લાગશે. તેનો અર્થ છે કે હું ત્રણ મહિના સુધી ક્રિકેટના મેદાનમાંથી બહાર થઈ ગયો છે. 



મહત્વનું છે કે, શાકિબ અલ હસનની આંગળીમાં જાન્યુઆરીમાં ઈજા થઈ હતી જે એશિયા કપ દરમિયાન વધી ગઈ હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અનુસાર તે ચારથી છ સપ્તાહ સુધી બહાર રહેશે અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ શ્રેણીમાં  રમી શકશે નહીં.