બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 546 રને હરાવ્યું... ટેસ્ટમાં બનાવ્યો મહારેકોર્ડ... 112 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત
BAN vs AFG: બાંગ્લાદેશે પોતાના ઘરઆંગણે એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને 546 રને પરાજય આપી નવો રેકોર્ડ બનાવી દીધો છે. બાંગ્લાદેશે રનની દ્રષ્ટિએ ટેસ્ટ ક્રિકેટમાાં 21મી સદીની સૌથી મોટી જીત મેળવી છે.
ઢાકાઃ Biggest Test Victory 21st Centyr in Test: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં અફઘાનિસ્તાનને એકમાત્ર ટેસ્ટ મેચમાં કારમો પરાજય આપ્યો છે. ઢાકાના શેર એ બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં યજમાન બાંગ્લાદેશે મહેમાનોને હરાવી 21મી સદીની સૌથી મોટી ટેસ્ટ (રનની દ્રષ્ટિએ) જીત મેળવી છે.
બાંગ્લાદેશ તરફથી આપવામાં આવેલા 662 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 33 ઓવરમાં 115 રન બનાવી ઢેર થઈ ગઈ હતી. તેના તરફથી બીજી ઈનિંગમાં રહમત શાહે સર્વાધિક 30 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના માત્ર ત્રણ બેટર બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં ફાસ્ટ બોલર તસ્કીન અહમદે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી, જ્યારે શોરિફુલના ખાતામાં ત્રણ વિકેટ આવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ ઓવરઓલ આ ત્રીજી સૌથી મોટી જીત છે. આ લિસ્ટમાં ટોપ પર ઈંગ્લેન્ડ છે. ઈંગ્લેન્ડે 1928માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 675 રનથી જીત મેળવી હતી. જ્યારે બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1934માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 562 રનથી ટેસ્ટ મેચ પોતાના નામે કરી હતી.
આ પણ વાંચોઃ એશિયા કપથી આવ્યા મોટા ખબર, ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ્દ
બાંગ્લાદેશે આ રીતે ઓસ્ટ્રેલિયાનો 112 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ 1911માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 530 રનથી જીત મેળવી હતી. આ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ત્રીજી સૌથી મોટી જીત હતી પરંતુ બાંગ્લાદેશે હવે ત્રીજા સ્થાને કબજો કરી લીધો છે.
નઝમુલ હુસૈન શાંટોએ (Nazmul Hussain Shanto) બંને ઈનિંગમાં સદી (146 રન અને 124 રન) ફટકારી બાંગ્લાદેશની જીતનો પાયો નાંખ્યો હતો. તે મોમિનુલ હક બાદ ટેસ્ટ ક્રિકેટમાં બંને ઈનિંગમાં સદી ફટકારનાર બાંગ્લાદેશનો બીજો બેટર બન્યો છે.
બાંગ્લાદેશની પાછલી સૌથી મોટી જીત 2005માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 226 રનથી હતી. અફઘાનિસ્તાને દિવસની શરૂઆત 2 વિકેટ પર 45 રનથી કરી હતી. દિવસની ત્રીજી ઓવરમાં ઇબાદત હુસૈન (22/1) એ નાસિર ઝમાલ (6 રન) ને આઉટ કર્યો હતો.
બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 382 રન બનાવ્યા બાદ અફઘાનિસ્તાનને 146 રનમાં ઓલઆઉટ કરી દીધુ હતું. ટીમે ચાર વિકેટ પર 425 રન બનાવી બીજી ઈનિંગ ડિકલેર કરી અફઘાનિસ્તાનને 662 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube