Asia Cup 2023: એશિયા કપથી આવ્યા મોટા ખબર, ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ્દ
IND-PAK match abandoned: એશિયા કપ 2023ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ હેઠળ કરાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંનેએ સ્વીકાર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 31 ઓગસ્ટથી થવાની છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
IND-PAK match abandoned: એશિયા કપ 2023ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ હેઠળ કરાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંનેએ સ્વીકાર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 31 ઓગસ્ટથી થવાની છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ખબર એશિયા કપ અંગે જ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ કરાઈ છે.
IND-PAK મેચ રદ્દ થઈ
હોંગકોંગમાં ચાલી રહેલા વિમેન એમર્જિંગ એશિયા કપથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત-એ અને પાકિસ્તાન-એ વચ્ચે રમાનારી મેચ રદ્દ કરાઈ છે. આ મેચ શનિવારે 17 જૂનના રોજ બપોરે 1.30 વાગે રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાઈ શક્યો નહીં અને મેચ રદ્દ કરવી પડી. બીસીસીઆઈ વિમેને પોતે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી.
🚨 Update from Hong Kong 🚨
The India 'A'-Pakistan 'A' game has been abandoned due to rain 🌧️
📸 Asian Cricket Council #WomensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/R21DvIVCgC
— BCCI Women (@BCCIWomen) June 17, 2023
સેમીફાઈનલમાં પહોંચી ટીમ
ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક જ મેચ રમી છે. જ્યારે બે મેચ વરસાદના કારણે રમાઈ નથી. મેજબાન હોંગકોંગ વિરુદધ રમાયેલી પહેલી મેચમાં ભારતે 9 વિકેટથી જીત મેળવીને ટુર્નામેન્ટમાં જીતથી શરૂઆત કરી હતી. ત્યારબાદ નેપાળ અને હવે પાકિસ્તાન સામે રમાનારી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. અત્રે જણાવવાનું કે આ છેલ્લી લીગ સ્ટેજ મેચ હતી. ટીમ ઈન્ડિયાએ 4 અંક સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.
આ ટીમો વચ્ચે ખિતાબ જીતવા માટે જંગ
આ ટુર્નામેન્ટની ખિતાબી મેચ 21 જૂનના રોજ રમાશે. ગ્રુપ એ માં ભારત અને પાકિસ્તાનની ટીમ ટોપ-2માં છે. જ્યારે ગ્રુપ-2માં બાંગ્લાદેશ અને શ્રીલંકાએ ટોપ-2નમાં જગ્યા બનાવી છે. હવે ભારતનો મુકાબલો સેમીફાઈનલમાં ગ્રુપ-બીની બીજા નંબરની ટીમ શ્રીલંકા સાથે થશે જ્યારે પાકિસ્તાન ગ્રુપ-બીની નંબર 1 ટીમ બાંગ્લાદેશ સામે રમશે. આ બંને મેચમાંથી જે ટીમો જીતશે તે ફાઈનલમાં આમને સામને ટકરાશે. આવામાં ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે