નવી દિલ્હીઃ આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય  ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ યૂએઈમાં આઈપીએલ પૂરો થયા બાદ સીધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિવાય ટી20 અને વનડે સિરીઝ પણ રમાશે. બીસીસીઆઈએ જાહેર કરેલી ટેસ્ટ ટીમમાં પાંચ ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ત્રણ સ્પિનરો પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના છે. ટી20 ટીમમાં વરૂણ ચક્રવર્તીને પ્રથમવાર સામેલ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત રોહિત શર્મા અને ઈશાંત શર્માની ફિટનેસ પર મેડિકલ ટીમ ધ્યાન રાખી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહમ્મદ સિરાજને મળી તક
આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા મોહમ્મદ સિરાજને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની ફાસ્ટ બોલિંગની કમાન સંભાળશે. ઈજાગ્રસ્ત ઈશાંત શર્માને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. 


ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જાહેર થયેલી ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજ. 


વનડે ટીમઃ વિરાટ કોહલી કેપ્ટન, શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.


ટી20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, રાહુલ, અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરૂણ ચક્રવર્તી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર