મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આજે ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત છે કે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી જાહેર કરાયેલા આ કોન્ટ્રાક્ટમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી. કેપ્ટન કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહને A+ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ચેતેશ્વર પૂજારા, કેએલ રાહુલ, અંજ્કિય રહાણે, શિખર ધવન, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ અને રિષભ પંતને A ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. 


બીસીસીઆઈએ રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલને બી ગ્રેડમાં રાખ્યા છે. કેદાર જાધવ, નવદીપ સૈની, દીપક ચહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, વોશિંગટન સુંદરને સી ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. 


કેરિયર પર પૂર્ણ વિરામ? BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્રસિંહ ધોની બહાર


આવો જાણીએ કોને મળશે કેટલા રૂપિયા 


ગ્રેડ A + (7 કરોડ)
વિરાટ કોહલી
રોહિત શર્મા
જસપ્રીત બુમરાહ


ગ્રેડ A (5 કરોડ)
આર. અશ્વિન
રવિન્દ્ર જાડેજા
ભુવનેશ્વર કુમાર
મોહમ્મદ શમી
ચેતેશ્વર પૂજારા
કેએલ રાહુલ
અંજ્કિય રહાણે
શિખર ધવન
ઇશાંત શર્મા
કુલદીપ યાદવ
રિષભ પંત


ગ્રેડ B (3 કરોડ)
રિદ્ધિમાન સાહા
ઉમેશ યાદવ
યુજવેન્દ્ર ચહલ
હાર્દિક પંડ્યા
મયંક અગ્રવાલ


ગ્રેડ C (1 કરોડ)
કેદાર જાધવ
નવદીપ સૈની
દીપક ચાહર
મનીષ પાંડે
હનુમા વિહારી
શાર્દુલ ઠાકુર
શ્રેયસ અય્યર
વોશિંગટન સુંદર


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર