નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સોમવારે આગામી 2019-2020 સિઝન માટે આંતરરાષ્ટ્રીય ડોમેસ્ટિક સિઝનની જાહેરાત કરી દીધી છે. આ સિઝન દરમિયાન દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019-2020 સિઝનમાં ભારત પોતાના ઘરમાં પાંચ ટેસ્ટ, નવ વનડે અને 12 ટી20 મેચ રમશે. આ દરમિયાન જે પાંચ ટેસ્ટ રમાશે તે ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. 


સિઝનની શરૂઆત દક્ષિણ આફ્રિકાની સાથે હશે. આ બંન્ને ટીમો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ત્રણ ટી20 અને ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. ત્રણ ટી-20 મેચ 15, 18 અને 22 સપ્ટેમ્બરે ક્રમશઃ ધર્મશાળા, મોહાલી અને બેંગલુરૂાં રમાશે. જ્યારે ટેસ્ટ સિરીઝ બે ઓક્ટોબરથી શરૂ થશે અને 23 ઓક્ટોબરે પૂરી થશે. ત્રણ ટેસ્ટ મેચમાં વિશાખાપટ્ટનમ, રાંચી અને પુણેમાં રમાશે. આ સિરીઝને મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાના નામ પર ફ્રીડમ સિરીઝ આપવામાં આવ્યું છે. 


દક્ષિણ આફ્રિકા બાદ બાંગ્લાદેશ નવેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. ભારત બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ નવેમ્બરે પ્રથમ ટી20 મેચ દિલ્હીમાં રમશે. ત્યારબાદ સાત અને 10 નવેમ્બરે બાકી બે ટી20 રાજકોટ અને નાગપુરમાં રમાશે. 


બાંગ્લાદેશની સાથે ભારતે બે ટેસ્ટ મેચોની સિરીઝ પણ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 14થી 18 નવેમ્બર સુધી ઈન્દોરમાં જ્યારે બીજી ટેસ્ટ 22થી 26 નવેમ્બર વચ્ચે કોલકત્તામાં રમાશે. 


બાંગ્લાદેશ બાદ વેસ્ટ ઈન્ડિઝ ભારતના પ્રવાસે આવસે. તેનો પ્રવાસ 6 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બરે પૂરો થસે. વેસ્ટ ઈન્ડિઝ ત્રણ ટી20 અને ત્રણ વનડે રમશે. છ, 8 અને 10 ડિસેમ્બરે મુંબઈ, તિરૂવનંતપુરમ, હૈદરાબાદમાં ત્રણ ટી20 મેચ રમાશે. 15, 18 અને 22 ડિસેમ્બરે ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, કટલમાં ત્રણ વનડે મેચ રમશે. 


2019નો અંત આ સિરીઝની સાથે થશે અને 2020ની શરૂઆત ઝિમ્બાબ્વેની સાથે ત્રણ ટી20 મેચોની સિરીઝ સાથે થશે. ઝિમ્બાબ્વે ભારતની સાથે પ્રથમ ટી20 ગુવાહાટીમાં પાંચ જાન્યુઆરી, બીજી મેચ સાત જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી અને અંતિમ મચે 10 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. 


2020માં ભારત, ઝિમ્બાબ્વે બાદ ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે. 14, 17 અને 19 જાન્યુઆરીના આ બંન્ને ટીમો ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. આ સિરીઝની મેચ મુંબઈ, રાજકોટ અને બેંગલુરૂમાં રમાશે. 


ઓસ્ટ્રેલિયા બાદ ભારત ફરી દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. આ વખતે બંન્ને ટીમો માત્ર ત્રણ વનડે મેચ રમશે. આ ત્રણેય મેચ 12, 15 અને 18 માર્ચે ક્રમશઃ ધર્મશાલા, લખનઉ અને કોલકત્તામાં રમાશે.